[:gj]થરાદમાં પેટા ચૂંટણી સંદર્ભે ભાજપનો સેન્સ લેવામાં આવ્યો[:]

[:gj]થરાદ, તા.૧૮

થરાદ એ પી એમ સી ખાતે રાજયમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પાર્ટીના કાર્યકર્તાઓ સાથે અંગત મિટિંગ યોજી હતી અને ભાજપના ચૂંટાયેલા અને સ્થાનિક  કાર્યકર્તાઓના સેન્સ લીધા હતા.  ત્યારે આ કાર્યક્રમમાં  બનાસકાંઠાના સાંસદ પરબત પટેલ, કેસાજી ચૌહાણ, અમૃત દવે સહિત બહોળી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આવનારી વિધાનસભાની પેટા ચૂંટણી પરબત પટેલ કરતા પણ વધુ મતોથી કમળને જીતડવાની હાકલ કરી હતી.

થરાદ એ.પી.એમ.સી. મુકામે બનાસકાંઠાની થરાદ વિધાનસભા બેઠકના ઇન્ચાર્જ ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને ભાજપનાજિલ્લાના પ્રભારી દુષ્યંતભાઇની અધ્યક્ષતામાં આગામી ચૂંટણી અંગે ઉમેદવારના સેન્સલેવાની પ્રક્રિયા હાથ ધરાઇ હતી. સોમવારે રાજયમંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ પાર્ટીના કાર્યકર્તાઓ સાથે અંગત મિટિંગ યોજી હતી અને ભાજપના ચૂંટાયેલા અને સ્થાનિક કાર્યકર્તાઓના સેન્સ લીધા હતા. આ કાર્યક્રમમાં  બનાસકાંઠા સાંસદ પરબત પટેલ, જિલ્લા ભાજપના કેશાજી ચૌહાણ, અમૃત દવે સહિત જિલ્લાના ત્રણેય મહામંત્રીઓ અને બહોળી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. વિધાનસભા બેઠકના ઇન્ચાર્જ ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આવનારી વિધાનસભાની પેટાચૂંટણીમાં ગત વિધાનસભામાં પરબત પટેલ કરતાં પણ વધુ મતોથી કમળને જીતડવાની હાકલ કરી હતી. જો કે આજની બેઠકમાં ઉમેદવારના નામ અંગેની કોઇ ચર્ચા નહી કરવામાં આવી હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું હતું. પરંતુ સ્થાનિક ઉમેદવારને પસંદગી આપવામાં આવે તેવો સુર વ્યક્ત કરાયો હોવાનું જાણવા મળ્યું હતું.

 [:]