[:gj]દંપતીના આપઘાત કેસમાં ચિઠ્ઠી મળતાં નવો વળાંક, પૈસા માગવાના ઉલ્લેખથી ખળભળાટ[:]

[:gj]મહેસાણા, તા.૧૩

વિજાપુર પોલીસ સ્ટેશન નજીક રહેતા વૃદ્ધ દંપતી ધનજીભાઇ પટેલ (75) અને હંસાબેન ધનજીભાઇ પટેલ (70)ના ઝેરી દવા પી આપઘાતના કેસમાં નવો વળાંક આવ્યો છે. ઘરમાંથી મળી આવેલી ચિઠ્ઠીમાં દિનેશ લવાર ત્રણ લાખની વારંવાર ધમકી આપતો હોવાનો ઉલ્લેખ છે. આ ચિઠ્ઠીમાં મૃતકનો પુત્ર જે પરિણીતાને ભગાડી ગયો છે તેના પતિ મહેશનું પણ નામ હોઇ ચિઠ્ઠીને એફએસએલમાં મોકલાઇ છે. ઘટના બહાર આવ્યા બાદ દંપતીનો પુત્ર મહોલ્લામાં રહેતી પરિણીતાને ભગાડી ગયો હોઇ વૃદ્ધ દંપતીએ આ પગલું ભર્યું હોવાના અનુમાન સાથે મહિલા પીએસઆઇ એસ.એફ. ચૌધરી સહિતની ટીમ તપાસમાં લાગી હતી. જે દરમિયાન ઘરમાંથી આ ચિઠ્ઠી મળી આવી હતી.

આ ચિઠ્ઠી રાત્રે મૃતકના સગાભાઇના દીકરા જયેશભાઇને મળી આવતાં તેમણે પોલીસને આપી હતી. જેમાં દિનેશ ભીખાભાઇ લવાર અમારી પાસે ત્રણ લાખ રૂપિયાની ધમકી એટલે અમે સાહેબ શું કરીએ, લવાર વારંવાર ધમકી આપ્યા જતો હતો, હવે અમારો કોઇ આરો ન હતો એટલે આ પગલું ભરવું પડ્યું, મહેશભાઇ મંગળભાઇ પટેલ અને દિનેશભાઇ ભીખાભાઇ લવાર આ બે નામનો ચિઠ્ઠીમાં ઉલ્લેખ છે.

 [:]