[:gj]દસ્તાવેજ અને સ્ટેમ્પ ડ્યુટી ઓનલાઈન ભરી શકાશે [:]

[:gj]રાજય સરકારે નાગરિકો ઘરે બેઠા, દસ્તાવેજ માટે થતી સ્ટેમ્પ ડ્યુટી ઓનલાઈન ભરી શકે તે માટે ઈ-પેમેન્ટ વ્યવસ્થા ઉભી કરી છે. રાજયમાં હાલ નાગરિકો દ્વારા દસ્તાવેજી સ્ટેમ્પ પેપર, ફ્રેન્કિંગ મશીન તથા ઈ-સ્ટેમ્પિંગ સર્ટિફિકેટ જેવી જુદી-જુદી પધ્ધતિઓથી સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરવામાં આવે છે.  રાજ્ય સરકાર દ્વારા સ્ટેમ્પ ડ્યુટી ઓન લાઈન ભરી
શકાય તે માટે એપ્લીકેશન તૈયાર કરવામાં આવેલ છે. આ એપ્લીકેશનથી નાગરિકો પોતાના ઘરે બેઠા, જોઈએ તેટલી રકમની સ્ટેમ્પ ડ્યુટી નોંધણી થતા દસ્તાવેજ માટે ભરી શકશે.

આ પધ્ધતિ અમલમાં આવતા નોંધણી કચેરીમાં દસ્તાવેજ નોંધાવતાં પહેલાં ખરીદવાના થતાં સ્ટેમ્પ પેપર કે ફ્રેન્કિંગ કે ઈ-સ્ટેમ્પિંગ માટે જે-તે સ્થળ પર ગયા સિવાય લોકો ઘેર બેસીને જ ઓનલાઈન પધ્ધતિથી સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરી
શકશે. જેને કારણે સ્ટેમ્પની કૃત્રિમ અછત નિવારી શકાશે તેમજ જુદી-જુદી જગ્યાએ જવામાં રાહત મળશે અને બિનજરૂરી વિલંબ નિવારી શકાશે. ઈ-પેમેન્ટ સિસ્ટમ અમલમાં આવતા નાગરિકોના નાણાં અને સમયનો બચાવ થશે તથા ઓનલાઈન પેમેન્ટ થવાથી સાઈબર ટ્રેઝરી મારફત તે જ સમયે સરકારમાં રકમ જમા થશે.
આ પધ્ધતિમાં જરૂરી વિગતો સાથે ઓનલાઈન પેમેન્ટ કરવાથી મળતી પહોંચની સબ-રજીસ્ટ્રાર દ્વારા ચકાસણી કરી
તેના ઉપયોગ બાદ લોક-ઈન કરવાથી રાજય સરકાર અને નાગરિકોના નાણાંકીય હિતની સલામતી અને સુરક્ષા જળવાશે તેમજ ઓનલાઈન રેકર્ડ હોવાથી ગમે ત્યારે આ વસ્તુની ખરાઈ જાણી શકાશે. વધુમાં, નંબરીંગની પ્રથા રાખવામાં આવેલ હોવાથી ડુપ્લીકેટ કરવાની પ્રવૃત્તિ અટકાવી શકાશે.[:]