[:gj]દાનમાં મળેલા 60 ટકા નેત્રો પ્રત્યારોપણ માટે યોગ્ય હોતા નથી [:]

[:gj]ગાંધીનગર,તા.9

ગુજરાતમાં દાનમાં મળેલી આંખોમાં 50 ટકાથી વધુ ટ્રાન્સપ્લાન્ટ સફળ થઈ રહ્યા નથી. જો ટ્રાન્સપ્લાન્ટ થાય છે, તો આંખ જલ્દીથી ખામીયુક્ત બને છે. જોકે દાનમાં આંખોનો સરેરાશ ઉપયોગ સામાન્ય રીતે 30 ટકા કરતા ઓછો હોય છે.

રાજ્યના આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે સૌથી સારી પસંદગી ગુણવત્તા યુક્ત આંખો મેળવવાની હોય છે, જે સુરક્ષિત ટ્રાન્સપ્લાન્ટના તમામ માપદંડોને પૂર્ણ કરે છે. દાનમાં પ્રાપ્ત થયેલી 60 ટકા આંખો પ્રત્યારોપણ માટે યોગ્ય હોતી નથી. રાજ્યમાં દર્દીઓના સગા દ્વારા દાનમાં મળેલી આંખનો ઉપયોગ સંશોધન અને શિક્ષણના હેતુ માટે પણ થતો હોય છે.

ખામીયુકત આંખોના ઓપરેશન સફળ થતા નથી

આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, કોઇપણ મૃતક સભ્યના પરિવારોની લાગણી હોય છે કે આંખોનું દાન કરવામાં આવે પરંતુ મૃતકની આંખની ગુણવત્તા અંગે આઇ બેન્કને ખબર હોતી નથી તેથી ખામીયુક્ત આંખોના ઓપરેશન સફળ થતાં નથી. આઇ બેન્કમાંથી ઘણી આંખોને અભ્યાસ અને સંશોધન માટે પણ ફાળવવામાં આવતી હોય છે.

ચાલુ વર્ષે 2123 નેત્રોનું દાન

આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં નાણાકીય વર્ષ 2018-19 દરમિયાન 7,921 નેત્ર દાનમાં મળ્યા હતા. ચાલુ વર્ષે  જુલાઇ સુધી 2,123 નેત્ર દાનમાં આપવામાં આવ્યાં છે, જ્યારે આંખનું પ્રત્યારોપણ કરવામાં આવે છે ત્યારે સંખ્યા નિશ્ચિત હોતી નથી. આ આંકડો 50 ટકાથી પણ નીચે જોવા મળે છે.

નેત્રદાનની માત્ર 27 ટકા આંખોનો ઉપયોગ

છેલ્લા ત્રણ વર્ષના નેત્રદાનના આંકડા જોઇએ તો નેત્ર રોગ અને આંખના પ્રત્યારોપણ અંગે કામ કરતી એમએન્ડજે વેર્ટર્ન રીઝનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઓપ્થલ્મોલોજી માત્ર 27 ટકા આંખોનો ઉપયોગ કરી શકે છે. 2018માં આ સંસ્થાને 458 આંખો દાનમાં મળી હતી જેમાંથી માત્ર 98 દર્દીઓને આ આંખોનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું. 2017માં 577 પૈરી 153, 2016માં 484 પૈકી 130 ઓપરેશન થયાં હતા. છેલ્લા ત્રણ વર્ષમાં આ સંસ્થાને 1519 આંખોનું દાન મળ્યું હતું જે પૈકી માત્ર 381 કેસમાં સર્જરી કરવામાં આવી હતી.

ગુણવતાવાળા નેત્ર મેળવવાનો મોટો પડકાર

આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે સૌથી મોટો પડકાર ગુણવત્તાવાળી આંખ મેળવવાનો છે જે સફળ પ્રત્યારોપણ કરાવી શકે છે. દાનમાં મળેલી તમામ આંખોની ગુણવત્તા સારી હોતી નથી. રાજ્યમાં અકસ્માતના કેસોમાં મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારજનો આંખનું દાન કરે છે ત્યારે તે કામ લાગે છે પરંતુ કુદરતી રીતે મોત થયું હોય તેવા વ્યક્તિની આંખનું દાન કામ લાગતું નથી.

 [:]