[:gj]દુષ્કાળમાં તળાવ સૂકાઈ જતા 300 કાચબાના મોત[:]

[:gj]દૃુકાળની પરિસ્થિતિમાં ગુજરાતમાં અનેક તળાવ અને બંધોમાં પાણી સુકાઈ જતાં સૌથી ગંભીર અસર ઘો, કાચબા અને મગરને થઈ છે. જેમાં અનેક સ્થળે કાચાબાના મોત થયા છે. ભરૃચમા મહાકાય કાચબાના મોત થયા હતા ત્યાર બાદ બીજા કેટલાંક તળાવોમાં કાચબાના મોત થયા હતા.

ગાગોદરના ગ્રામજનોએ આ અંગે તપાસ કરતા હજુ 1000 જેટલા કાચબાઓ કીચડમાં છુપાઈને પોતાનો જીવ બચાવવા ઝઝુમી રહ્યા છે. જો તેની સંભાળ નહીં રાખવામાં આવે તો તેના મોત પણ થશે. બાકી બચેલા કાચબાઓનો જીવ બચાવવા ગ્રામજનો પ્રયાસ કરી રહ્યા છે. વન વિભાગે પાણીની વ્યવસ્થા કરવાનું નકકી કર્યું છે. નર્મદાના નીરથી આ તળાવોને ભરવામાં આવે તો જયાં સુધી વરસાદ ન પડે ત્યાં સુધી વન્ય જીવોને બચાવી શકાય.

રાપર તાલુકાને વન્ય પ્રાણીઓ અને અન્ય જળચર જીવો માટે અભ્યારણ્ય વિસ્તાર કહેવાય છે. આ માટે વન તંત્ર દ્વારા વિશ્વ પ્રસિધ્ધ ઘુડખર અભ્યારણ્ય વિસ્તાર માટે અલાયદી રેન્જ ઉભી કરી છે. રાજબાઈ માતાજીનું મંદિર વન્ય વિસ્તારમાં આવેલુ હોવાથી અહિં વન્ય પશુ પક્ષીઓ વધુ જોવા મળે છે.

બનાસકાંઠાનાં ધાનેરાના રામપુર છોટા ગામના તળાવમાં કાચબાઓના અચાનક મોત થયા હતા. પાણીમાં ઝેરી કેમિકલ નાંખવાથી આ બનાવ બન્યો હતો.

નડિયાદ શહેરમાં આવેલા ખેતા તળાવમાં પાણી ખરાબ થઈ જતાં મરેલો કાચબો સહિત અન્ય પાણીજન્ય જીવજંતુઓ મળી આવ્યા હતા.

ભરૂચમાં વિશાળ કાય કાચબાઓના મોત થયા હતા.

તારક કાચબો[:]