[:gj]દેશભક્તિ ? સત્તા ન આવી તો ગણતંત્રની પરેડથી મોદીએ હાંકી કાઢ્યા [:]

[:gj]આ વર્ષે ગણતંત્ર દિવસની પરેડમાં પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રની ઝલક જોવા નહી મળે. એક્સપર્ટ કમિટીએ આ વર્ષે જે 16 રાજ્યો, કેંદ્રશાસિત પ્રદેશો અને 6 મંત્રાલયોની ઝલકની મંજૂરી આપી છે તેમાં પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રનું નામ સામેલ નથી. પશ્ચિમ બંગાળ બાદ હવે મહારાષ્ટ્રની ઝલક પણ ગણતંત્ર દિવસની પરેડમાં જોવા નહી મળે. મહારાષ્ટ્ર સરકારના મંત્રી જિતેંદ્ર આવ્હાડે દાવો કર્યો છે કે આ વખતે ગણતંત્ર દિવસની પરેડમાં મહારાષ્ટ્રની ઝલકને ગૃહ મંત્રાલયે સ્વીકાર કરવાનો ઈનકાર કરી દીધો છે.

શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું મહારાષ્ટ્રની ઝલક હંમેશા દેશનું આર્કષણ રહી છે. જો આ જ કૉંગ્રેસના કાર્યકાળમાં બન્યું હોત તો મહારાષ્ટ્ર ભાજપ હમલાવર થઈ જાત. ઉલ્લેખનીય છે કે ગણતંત્ર દિવસની પરેડમાં રાજપથ પર ઘણી ઝલક જોવા મળે છે, જેમાં રાજ્યો,કેંદ્ર શાસિત પ્રદેશ અને કેંદ્રીય મંત્રાલયોની ઉપસ્થિતિ હોય છે. બંગાળની ઝાંખીને મંજૂરી એવા સમયે નથી મળી જયારે નાગરિકતા સંશોધન કાયદો અને એનઆરસી અંગે મમતા બેનર્જી અને કેન્દ્ર સરકાર આમને સામને છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી નાગરિકતા કાયદા વિરુદ્ઘ કેન્દ્ર સરકારના વિરોધમાં ઉભા છે. આ નિર્ણય બાદ માનવામાં આવી રહ્યું છે કે પશ્યિમ બંગાળ સરકાર અને કેન્દ્ર સરકારમાં ટક્કર વધવાના એંધાણ છે.[:]