[:gj]દેશમાં સૌથી વધું ગેસ આયાત થવાનો તે પોર્ટ સામે લોકોનું જાફરાબાદમાં આંદોલન[:]

[:gj]અમરેલીના જાફરાબાદના દરિયાકાંઠારના ભાંકોદર ગામના ખેડૂતો તથા ગામજનો દ્વારા સ્‍વાન લિક્વિફાઇડ નેચરલ ગેસ- એલ.એન.જી. – કંપનીનું બાંધકામ શરૂ થતાં જ તેની સામે આંદોલન શરૂ થયું છે. ગ્રામજનોનું કહેવું છે કે, સ્થાનિકોને રોજગારી આપતી નથી. ખેડૂતોની જમીન પર કંપની કબજો કરી દીધો છે. તંત્રના જોરે આ કબ્‍જો જમાવે છે.  ગામના ખેડૂતો પર ખોટા કેસો કરી હેરાન કરવામાં આવી રહ્યાં છે. આંદોલનના પ્રથમ દિવસે રાજુલાના પૂર્વ ધારાસભ્‍ય અને ભાજપના આગેવાન હિરા સોલંકી જોડાયા હતા. જાફરાબાદ તાલુકાના દરિયાકાંઠા વિસ્‍તારનાં પીપાવાવ ધામના જાન દેંગે જમીન નહીં દેંગે આંદોલન 75 દિવસ સુધી ચાલ્યું હતું જે હજુ થોડા દિવસો પહેલા જ પૂર્ણ થયું છે, ત્યારે ફરી એક બીજું આંદોલન શરૂ થયું છે.

400ની ધરપકડ

27 ઓગસ્ટ 2018ના દિવસે જાફરાબાદના ભાંગોદર ગામે સ્વાન કંપની સામે આંદોલન શરૂ કર્યું હતું. કલેક્ટરને એક આવેદન આપીને કહ્યું હતું કે તેમની માંગણીનો અંત લાવવામાં આવે નહીં તો તેઓ આંદોલન કરશે. તેમણે આંદોલન શરૂ કર્યું ત્યારે ગામના 400 લોકોની ધરપકડ પોલીસે કરી લીધી હતી. ત્યારે મહિલાઓએ સરકાર વિરૃદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો. બધાને પકડીને નાગેશ્રી પોલીસ મથખ, ખાંભા પોલીસ મથક, અને સાવરકુંડલા પોલીસ મથક એમ ત્રણ જગ્યાએ આખો દિવસ ગોંધી રાખવામાં આવ્યા હતા. જામીન ઉપર મુક્ત કરવા માટે પણ ખૂબ લાંબી લાંબી પ્રક્રિયા કરી હતી. જેથી ગામજનો ફરી કંપની સામે આંદોલન ન કરે એવું કૃત્ય ગુજરાતની ભાજપ સરકારના પોલીસતંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. ગામજનોને ન્યાયના બદલે જેલ મળી હતી તેથી આંદોલનકારી અશોકભાઈ ભાલીયા, મુકેશભાઈ કાંબડ, પીપાવાવ સરપંચ ભાણાભાઇ ગુજરીયા, દેવદાનદાદા સાંખટ, હિતેશભાઈ વાળા, તાલુકા પંચાયતના સભ્ય ઉકાભાઈ વગેરે એ સૌને જામીન પર મુકત કરાવેલા હતા. આખો દીવસ સૌને ભૂખ્યા તરસ્યા બેસાડી રખાવામાં આવ્યા હતા. રાતે 12 વાગ્યે પોલીસ સટેશનમાં જ 75 વર્ષના નાથાભાઇ ભીલને ચક્કર આવતાં બેહોશ થઈ ગયા હતા, તેમને હોસ્પિટલ લઇ જવાયા હતા. બધાને મોડી રાત્રે મુક્ત કરવામાં આવ્યા હતા. લોકશાહીમાં પ્રજાતંત્રના બદલે રાજતંત્ર દ્વારા જે પગલા લેવામાં આવ્યા એને લઈને આક્રોશ છે અને ધરપકડ બાદ પણ ગામજનો પોતાના અધિકાર માટે લડવા ફરી તૈયારી કહી છે. આંદોલન ને વધું તેજ બનાવવા માટે મક્કમ છે.

ખેડૂતોને જમીન પરથી હાંકી કઢાયા

ગામ લોકોની માંગણી છે કે આ કંપનીનું બાંધકામ ચાલુ થયું છે, જે અટકાવી દેવામાં આવે. કંપની દ્વારા ગ્રામજનોને વિશ્વાસમાં લીધા વગર કે લોકસુનાવણી કર્યા વગર કામ શરૂ કરી દેવાની સરકારે મંજૂરી આપીને કંપની મનમાની ચલાવી રહી છે. તેથી કંપનીનું બાંધકામ અટકાવીને કંપીને અહીંથી હઠાવી દેવામાં આવે. કંપની ગામને નડતરરૂપ છે. ગામની તમામ જમીનનો ઉપયોગ કરી રહી છે. કંપની અમારા ગામનું નામ છુપાવવા માંગે છે અને જાફરાબાદના નામે વહીવટ કરે છે. ગામમાં લોકસુનાવણી કરવી પડે તે કરી નથી. ખેડૂતોને જાણ વગર તેમની જમીન પર ફેંસીંગ કરી નાંખે છે. અમારી જમીન પરથી હાંકી કાઢે છે. ગરીબ લોકો હોવાથી તેઓ સામનો કરી શકતાં નથી.

દેશના લોકો બેહાલ, વિદેશીઓનું હીત જાળવતી સરકાર

થોડા દિવસો પહેલા જ આંદોલન કર્યું હતું. ત્‍યારે પોલીસ તંત્ર દ્વારા આંદોલનકારીઓની અટકાયત કરવામાં આવી હતી અને ત્‍યારબાદ તેમને છોડી મૂકવામાં આવ્‍યા હતા. ત્‍યારબાદ ગામના ઉપસરપંચ લાલાભાઈ શિયાળ દ્વારા પ્રાંત અધિકારી પાસેથી મંજૂરી લઈ ફરીથી ઉપવાસ આંદોલન ચાલુ કરવામાં આવ્‍યું હતું. ગ્રામજનો દ્વારા અનેક વખત સરકારને રજૂઆત કરવામાં આવી હતી કે તેમના ગામના દરિયાકાંઠાવિસ્‍તારમાં આવેલી કંપની સામે યોગ્ય પગલાં ભરવામાં આવે. પણ તેમાની સામે આજ સુધી કોઈ પગલાં ભરાયા નથી. કારણ કે આ કંપનીમાં વિદેશી કંપનીઓનું રોકાણ છે. તેમના હિતોને સરકાર પ્રાધ્યાન આપી રહી છે પણ દેશના લોકોને બેહાલ કરી રહી છે.

કોળી સમાજના લોકોની વસતી

અહીં દરિયાકાંઠે સારી જમીન નથી. તેથી લોકો ગરીબીથી પીડાય છે. અહીં મોટાભાગના લોકો કોળી સમાજના છે. ઉપવાસ પર પણ કોળી સમાજના આગેવાન મનુભાઈ ચાવડા, અશોકભાઈ ભાલીયા, મુકેશભાઈ કામ્‍બડ, અજયભાઈ શિયાળ, ગામના ઉપસરપંચ લાલાભાઈ શિયાળ, પાચાભાઈ ધુંધળવા, પૂર્વ સરપંચ મેઘાભાઈ બારૈયા, બચુભાઈ સોડાભાઈ ચાવડા, કમલેશભાઈ કવાડ, રામજીભાઈ સાંખટ, મધુભાઈ સાંખટ સહિતના આગેવાનો તથા બહોળી સંખ્‍યામાં ખેડૂતો તથા ગ્રામજનો ઉપવાસ આંદોલન છાવણીમાં બેસ્‍યા હતા.

દાન

સ્વાન એલએનજી અને એમએનડીસી ધરતી ઇન્ફાના સંયુકત મેનેજર હિતેન્દ્રભાઇ સોલંકીના માર્ગદર્શન તળે શાળાઓમા આર્થિક રીતે નબળા હોય તેવી વિદ્યાર્થીનીઓને ફી ભરવાનુ અભિયાન હાથ ધરાયુ હતુ. અહી ભાકોદર ગામના રહેવાસી ધુંધળવા બાબુભાઇ ભગવાનભાઇની દિકરી ધારાબેનને ધોરણ-11-12 સાયન્સ બંને વર્ષની ફી રૂપિયા 34 હજારનો ચેક અર્પણ કરાયો હતો.

શું છે સ્વાન કંપની, 5600 કરોડનું રોકાણ

25 નવેમ્બર 2015માં મુંબઈની સ્વાન એનર્જી લિમિટેડ દેશનું પ્રથમ ફલોટિંગ એલએનજી પોર્ટ ગુજરાતમાં જાફરાબાદ ખાતે સ્થાપશે એવી જાહેરાત કરી હતી. સ્વાન એનર્જીએ બેલ્જિયમની કંપની એક્સમાર એનવી સાથે સંયુકત સાહસ રચીને એલએનજી (લિક્વિફાઇડ નેચરલ ગેસ)પોર્ટને સ્થાપવા ચક્રો ગતિમાન કર્યાં હતા.  કંપની પ્રથમ તબક્કામાં 5 મિલિયન મેટ્રિક ટન પ્રતિ વર્ષ(એમએમટીપીએ)ની ક્ષમતાનું એલએનજી પોર્ટ રૂ.5,600 કરોડના રોકાણથી સ્થાપશે એવું નક્કી કર્યું હતું. સ્વાન એનર્જી લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર નિખિલ મર્ચન્ટે તે સમયે જાહેર કર્યું હતું કે, જાફરાબાદના ભાંકોદર ગામ ખાતે પ્રથમ તબક્કામાં 5 એમએમટીપીએ ક્ષમતાનો એલએનજી પોર્ટ પ્રોજેકટ બનાશે. આ અંગે ગુજરાત મેરીટાઇમ બોર્ડ અને પર્યાવરણ મંત્રાલય સહિતના સત્તાવાળાઓની મંજૂરીઓ મે‌ળવવામાં આવી હતી.

સ્વાન એનર્જી લિ. ગુજરાતમાં રૂા. 5,600 કરોડના રોકાણે જાફરાબાદ એલએનજી પોર્ટ પ્રોજેક્ટની સાથે ફ્લોટિંગ, સ્ટોરેજ અને રિગેસિફિકેશન યુનિટ(એફએસઆરયુ) ને વિકસાવી રહી છે. સ્વાન એનર્જી આ પ્રોજેક્ટ પર તેની ભાગીદાર કંપનીઓની સાથે મળીને કામ કરી રહી છે. કંપનીઓમાં  બેલ્જિયન કંપની ઍક્સમેર મરીન એનવી અને ગુજરાત સરકારની ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કૉર્પોરેશન(જીએસપીસી)નો સમાવેશ થાય છે. સ્વાન એનર્જી  તેની સંયુક્ત સાહસ કંપની સ્વાન એલએનજી પ્રા. લિ. માં 51 ટકા હિસ્સો ધરાવે છે, ત્યારે ઍક્સમેર મરીન અને જીએસપીસીમાં અનુક્રમે 38 અને 11 ટકા હિસ્સો ધરાવે છે.

એક કટોડ ટન ગેસ આયાત કરવાની ક્ષમતા, ભારતમાં પ્રથમ

ટર્મિનલની પ્રારંભિક ક્ષમતા વર્ષે 50 લાખ ટનની છે. તે દેશની પ્રથમ સધ્ધર એફએસઆરયુ સવલત બનશે. આગળ જતાં વધુ 30 કરોડ ડૉલરનાં રોકાણની સાથે તેની ક્ષમતા 1 કરોડ ટનની થઇ જશે. કંપની 20 ટકા જેટલું ફંડિંગ ઇક્વિટી થકી કરશે ત્યારે બાકીનું 80 ટકા ફંડ ક્વોલિફાઇડ ઇન્સ્ટિટયૂશનલ પ્લેસમેન્ટ (કયુઆઇપી) અને ફોરેન કરન્સી કન્વર્ટીબલ બોન્ડ(એફસીસીબી) મારફત કરશે. એલએનજી પોર્ટના બાંધકામ માટેના ઇપીસી કોન્ટ્રાક્ટ આપવાનું નક્કી કરાયું હતું. બેલ્જિયમની એક્સમાર મરીન કંપની સાથે સંયુક્ત સાહસ રચ્યું છે. આ ટર્મિનલ દેશમાં પ્રથમવાર દરિયામાં ફલોટિંગ બેઝ પર બનાવાશે જેને ફલોટિંગ, સ્ટોરેજ એન્ડ રિગેસિફિકેશન (એફએસઆરયુ) તરીકે ઓળખવામાં આવે છે. દેશનું આ પ્રથમ એફએસઆરયુ હશે.

2019 જાન્યુઆરીમાં કામ પૂરું થશે

સ્વાન એનર્જી આ પ્રોજેક્ટની કામગીરી જાન્યુઆરી 2016થી શરૂ કરવામાં આવી હતી. ત્રણ વર્ષમાં આ એલએનજી પોર્ટ કાર્યરત થશે. સામાન્ય રીતે આવી એલએનજી જેટ્ટી પાંચ વર્ષનો સમય લે છે પણ આ પ્રોજેકટ ફલોટિંગ આધારિત હોવાને કારણે તે વહેલો ચાલુ થશે. એક્સમાર એનવીએ બેલ્જિયમના બ્રસેલ્સ સ્ટોક એક્સ્ચેંજ પર લિસ્ટેડ છે, જ્યારે સ્વાન એનર્જી પણ બીએસઇ પર લિસ્ટેડ છે. આ જાહેરાતથી સ્વાન એનર્જીના શેરનો ભાવ એકાએક વધી ગયો હતો. સંયુક્ત સાહસ રચ્યું છે, તેમાં કુલ પ્રોજેક્ટ ખર્ચ રૂ.5,600 કરોડ થાય છે, તેમાં આગળ જતાં જરૂરિયાત મુજબ બીજો તબક્કો પણ અમે આયોજનમાં લીધો છે. જાન્યુઆરી 2019માં પ્રોજેક્ટ કાર્યાન્વિત થઈ જશે.

સ્વાન એનર્જીના વાઇસ પ્રેસિડન્ટ હિતેશ સોલંકીએ કંપનીના જોડાણો પણ પૂર્ણ કર્યાં હોવાનું જાહેર કર્યું હતું.  કંપનીએ એસબીઆઇ કેપિટલ સાથે જોડાણ કર્યું છે. આ ઉપરાંત, એલએનજી પોર્ટની જે કેપેસિટી પર કામ કરવાના છે, તેમાં 20 વર્ષના કરારથી આઇઓસીએલ, બીપીસીએલ, ઓએનજીસી અને જીએસપીસીએ એલએનજીની ક્ષમતા બુક કરાવી છે. બિઝ્નેસ ‘ટોલિંગ’ એટલે કે જે એલએનજી કેપેસિટી બુક કરાવી હોય તેને જમા રાખીને તેમને પાછું આપવાનું ભાડું લેવામાં આવે છે. આ પ્રોજેક્ટમાં સ્વાનનો હિસ્સો 51 ટકા, એક્સમારનો 38 ટકા અને જીએસપીસીનો 11 ટકા હિસ્સો છે. ડેટ અને ઇક્વિટી રેશિયો 80:20નો રાખ્યો છે.

જાપાનના વડાપ્રધાનની હાજરીમાં કરાર

જાપાનની મીત્સુઈ કંપની સ્વાન એનર્જી સાથે જાફરાબાદ ખાતેની એલએનજી ટર્મિનલના પ્રોજેક્ટમાં 11 ટકા હિસ્સો લઈલેવા માટે કરારો કર્યા હતા. સાબરમતી રેલ મથકે બુલેટટ્રેનનો પાયો નાખતી વખતે જાપાનના વડાપ્રધાન અને ભારતના વડાપ્રધાન વચ્ચે જાપાનની 15 કંપીનઓ ગુજરાતમાં મૂડી રોકાણ કરવાની હતી તેમાં આ એક સ્વાન કંપનીનો હિસ્સો ખરીદી લેવા માટે પણ કરારો થયા હતા. આમ ગુજરાતની વિવાદાસ્પદ બ્લ્યુચિપ ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન (જીએસપીસી)ને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડવાનો આરોપ જેના પર છે તેવી મુંબઇની ઓછી જાણીતી સ્વાન એનર્જી તેમજ કેનેડાની જિઓ ગ્લોબલ રિસોર્સે ગુજરાતના પ્રોજેક્ટ્સમાંથી ઉચાળા ભરવાનો નિર્ણય કર્યો હતો.

ગેસ પોર્ટ બનાવવા મુંબઈમાં કરાર કર્યા

મુંબઇમાં ઉદ્‌ઘાટિત કરેલી દેશની સૌ પ્રથમ મેરિટાઇમ ઇન્‍ડીયા સમિટ-2016માં ભારતના મેરિટાઇમ ઉદ્યોગ અગ્રણીઓએ ગુજરાતમાં રૂા.35 હજાર કરોડના રોકાણો વિવિધ પ્રોજેકટસમાં કરવાનો રસ દર્શાવ્‍યો હતો. જ્યાં મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલે 14 એપ્રિલ 2016માં સ્વાન એનર્જી સાથે વન ટુ વન બેઠક પણ કરી હતી. જાન્યુઆરી 2017માં સ્વાન એનર્જીએ રુજરાતમાં રૂ.600 કરોડના રોકણ સાથે એલએનજી ટર્મિનલ સ્થાપવા માટે કરારો કર્યા હતા. ગુજરાતના 1600 કિ.મી લાંબા વ્યૂહાત્મક સમુદ્રી કિનારે વિકાસની વિપુલ સંભાવનાઓ સંદર્ભમાં પોતાના ભાંવિ આયોજનો અને પ્રોજેક્ટ અમલીકરણની ચર્ચા વિચારણા આ ઉદ્યોગ સંચાલકોએ આનંદીબેન સાથ કરી હતી. કેન્દ્રીય વહાણવટા મંત્રી નિતીનભાઈ ગડકરીની ઉપસ્થિતિમાં યોજાયેલા બિઝનેસ એગ્રીમેન્ટ સાઈિંનગ એન્ડ ઈન્વેસમેન્ટ ઈન્ટેન્શન સેરિમનીમાં ગુજરાતમાં બંદર વિકાસ ક્ષેત્રે રોકાણો માટે અનેક કંપનીઓએ ઉત્સાહ પ્રેરક પ્રતિસાદ આપ્યો હતો

પર્યાવરણની મંજૂરી લઈ લીધી, લોકોને જાણ પણ ન કરી

2015માં કંપીનએ કંપનીએ લોકસુનાવણી વગર જ કેન્દ્ર સરકારની પર્યાવરણ મંત્રાલય અને ગુજરાતના વન અને પર્યાવરણ વિભાગ તથા જીપીસીબીની મંજૂરી લઈ લેવામાં આવી હતી. પ્રોજેક્ટના માટે જરૂરી એવી તમામ મંજૂરી મેળવી લીધી છે.  અમે પોર્ટે વિકસાવવા માટે ઇપીસી કૉન્ટ્રાકટરની સાથે વાતચીત કરવાની શરૂઆત કરીશું.   એક કરોડ ટન પ્રવાહી ગેસ અહીં લાવવામાં આવશે. તેમાં જો લીકેઝ થાય તો આસપાસના વિસ્તારો અને દરિયાને પર્યાવરણનું નુકસાન થઈ શકે છે. દેશનું સૌથી મોટું આ પ્રકારનું પોર્ટ બની રહ્યું છે.[:]