[:gj]ધરમપુરના રાજનેતાઓ રાજધર્મ ભૂલ્યા, મહિલાઓની હાજરી ભાજપના નેતાએ ગાળો આપી[:]

[:gj]ધરમપુર નગરપાલિકાની અંદાજપત્ર અંગેની બેઠક મળી હતી. જેમાં ભાજપ સંચાલિત ધરમપુર નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ અને ભાજપના નેતા રમેશ અટારાએ મહિલા સભ્યોની હાજરીમાં ગળો આપી હતી. જે અંગે મહિલાઓએ ગાંધીનગર ખાતે મહિલા આયોગમાં ફરિયાદ કરવાનું નક્કી કર્યું છે. કોઈ મહિલાની હાજરીમાં અસભ્ય વર્તન કરવા બદલ કામ ચલાવી શકાય છે. સામાન્ય સભામાં પ્રતિ પક્ષ કોંગ્રેસના નેતા દ્વારા ભાજપ પર આરોપ મૂકવામાં આવ્યો હતો કે, કર્મચારીઓની ભરતી થઈ છે તેમાં પરિવાર વાદ ચાલી રહ્યો છે. સંઘ અને પોતાના મળતીયાઓને નોકરી આપવામાં આવી રહી છે. પ્રજાના કામો થતાં નથી અને ભરતી કરવામાં વધારે ધ્યાન આપવામાં આવે છે. તેથી કારોબારી અધ્યક્ષ રમેશ અટારા ભડકી ગયા હતા. રાજધર્મ છોડીને રીતસર ગાળો આપવા લાગ્યા હતા. મહિલા રાજકાણીઓની હાજરીમાં આવી ગાળો આપવી કે ગેરહાજરીમાં ગાળો આપવી તે કાયદા વિરૃદ્ધ હોવા છતાં તેમણે વિરોધ પક્ષ કોંગ્રેસને ગાળો આપી હતી. મહિલાઓ અને કર્મચારીઓ ક્ષોભજનક સ્થિતીમાં મૂકાઈ ગયા હતા. રૂ.24 કરોડનું અંદાજપત્ર મંજૂર કરવામાં થયેલી બબાલ બાદ કોંગ્રેસે પણ પ્રદેશ નેતાઓને આ અંગે જાણ કરીને મહિલા આયોગમાં ફરિયાદ કરવા મંજૂરી માંગી હતી. વિરોધ પક્ષના નેતા હિરેન પટેલે આ અંગે ગંભીર નોંધ લીધી હતી.

ભાજપના નેતા જ્યારે ગાળો બોલી રહ્યાં હતા ત્યારે પાલિકાના પ્રમુખ જયદીપ સોલંકી પણ હાજર હતા. કોંગ્રેસના નેતા હિરેન પટેલે ધરમપુરમાં કચરા પેટી મૂકવામાં આવતી ન હોવાની ફરિયાદ કરી હતી. કર્મચારીઓમાં સગાવાદ ચાલે છે. તેથી ભાજપના નેતા અને કારોબારી અધ્યક્ષ રમેશ અટારાએ અપમાનજનક શબ્દો બોલવાનું શરૂ કર્યું હતું. તેથી તેનો વિરોધ કોંગ્રેસે કર્યો હતો. પણ ભાજપના કાઉન્સીલરોએ એક હરફ શુધ્ધા ઉચાર્યો ન હતો.

વલસાડ-ડાંગના ભાજપના સાંસદ ડો.કે.સી.પટેલ અને ધરમપુર ધારાસભ્યર અરવિંદ પટેલ સમક્ષ આ ગાળઓ આપવાનો મામલો લઈ જઈને પછી સરકારમાં ફરિયાદ કરવાનું મહિલાઓ નક્કી કરી રહી છે. ધરમપુર નગપાલિકાના ઉપપ્રમુખ અને ભાજપના નેતા જેન્દુામતીબેન હાજર હોવા છતાં ભાજપના નેતાઓએ ગાળો આપી હતી. પૂર્વ પ્રમુખ સુમિત્રા ચૌધરીને પણ રજૂઆત કરાશે. ટાઉન પ્લાબનિંગ ચેરમેન પ્રણવ શિન્દેબ, પ્રાંત અધિકારી- ચીફ ઓફિસર જે.વી.પરમાર, માલમતદાર તડવી, ધરમપુર નગરના અગ્રણીઓ સમીપભાઇ રાંચ, મહેશભાઇ ભટ્ટ સમક્ષ રાજધર્મ ચૂકી જવાની બાબત લઈ જવાશે.

ચૂંટણી સમયથી વિવાદ

દક્ષિણ ગુજરાતના વલસાડના ધરમપુર નગરપાલિકામાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો આમને-સામને આવી ગયા હતા. ભાજપના ઉમેદવાર બુથમાં મતદારોને પૈસા આપતા હોવાનો કોંગ્રેસે આક્ષેપ કરીને હોબાળો મચાવ્યો હતો.વલસાડ જિલ્લાની ધરમપુર નગરપાલિકામાં મતદાન હોબાળો થયો. ધરમપુર પાલિકાના વોર્ડ નંબર-2માં ભાજપના ઉમેદવારને કોંગ્રેસના ઉમેદવાર અને એજન્ટોએ મતદાન બુથની અંદર મતદારને પૈસા આપતા હોબાળો થયો. પોલીસે તાત્કાલીક અસરથી ભાજપના ઉમેદવાર શૈલેષ દેશમુખને બુથમાંથી બહાર કાઢ્યા ત્યારે ભાજપ-કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી જતાં મામલો બિચક્યો હતો.[:]