[:gj]ધારાસભ્યને જાહેરમાં રડાવનાર અને લાફો મારનાર સામે કોઈ પગલાં ન ભરાયા[:]

[:gj]એક મહિલા ભાજપના યુવાનોએ કરેલા અપમાનથી રડી પડ્યાં હતા તો, બીજા એક મહિલાએ ભાજપના કાર્યકરને લાફો મારી દઈને તેની શાન ઠેકાણે લાવી હતી. આમ ભાજપની બે મહિલાઓના જુદા રૂપ જોવા મળ્યા હતા. આ બન્ને ઘટનાઓ ઉપરાંત પોતાના ઉમેદવારને હરાવવા બળવો કરવાની ઘટનાઓને એક વર્ષ કરતાં વધું સમય થયો હોવા છતાં આજ સુધી કોઈની સામે પગલાં લેવાયા નથી.

ભાજપે શરૃ કરેલાં મહાસંપર્ક અભિયાનના ભાગરૃપે રવિવાર 13 નવેમ્બર 2017માં કેન્દ્રીય આરોગ્યમંત્રી જે.પી.નડ્ડા અમદાવાદ જિલ્લાના  વિરમગામમાં બેઠક કરી રહ્યાં હતા ત્યારે કોંગ્રેસમાંથી પક્ષાંતર કરનારા પૂર્વ ધારાસભ્ય અને ભાજપના ઉમેદવાર ડૉ.તેજશ્રીબેન પટેલ વિરૃધ્ધ ભાજપના હોદ્દેદારોએ ફરિયાદો કરી હતી. વિરમગામ ભાજપના મહામંત્રી હર્ષદ ઠક્કરે રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ અને પ્રદેશ પ્રમુખ જીતેન્દ્ર વાઘાણીએ જેમને પસંદ કર્યા હતા તે ભાજપના ઉમેદવાર ડો.તેજશ્રીબેન પટેલને જાહેરમાં પેરાશૂટ ઉમેદવાર કહ્યા હતા. ડો.તેજશ્રી વિરૃધ્ધ તેમણે તડાફડી બોલાવી હતી. આ અપમાનથી ભાજપના વિરમગામ વિધાનસભાના ઉમેદવાર ડૉ.તેજશ્રીબેન પટેલ ચોધાર આંસુએ રડી પડયાં હતાં.

ભાજપની મહિલાએ યુવામોરચાના સભ્યને લાફો માર્યો

આ દરમિયાન બીજી એવી જ ઘટના બની હતી. ભાજપ મહિલા મોરચાના સભ્ય પ્રિતિબેન ઠક્કરને તમે બહાર બેસો એમ કહી દેવાયું હતું. તેથી હોહા શરૂં થઈ હતી. ઉશ્કેરાયેલા મહિલા મોરચાના સભ્ય પ્રિતિબેન ઠક્કરે આ જ વિસ્તારના ભાજપ યુવા મોરચાના બાબોના હુલામણાં નામે ઓળખાતા સભ્યને ત્રણ ચાર લાફા માર્યા હતાં.

ભાજપની બબાલ જોઈને જે.પી.નડ્ડા ચોંકી ઉઠયા હતાં. ભાજપના હોદ્દેદારોની સરેઆમ મારામારી જોઇને કેન્દ્રીય મંત્રી જે.પી.નડ્ડાએ તો ચાલતી પકડી હતી.

ભાજપના મહામંત્રી સી.કે.પટેલે ખુદ ડૉ.તેજશ્રીબેન પટેલને ઉમેદવાર જાહેર કર્યા બાદ ભાજપના જ સ્થાનિકોમાં ભારે રોષ ભભૂકી રહ્યો છે. દેત્રોજ તાલુકાના 14 ગામમાં આગેવાનોએ ખોડિયાર માતાના દિવા હાથમાં લઇને ડૉ.તેજશ્રીબેન પટેલને હરાવવા સોગંધ ખાધા હતા. કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલાને ભાજપે ટિકિટ આપવાનો વાયદો કરતાં ભારે વિરોધ થયો હતો.

ભાજપના વિરમગામના કાર્યકરો કહે છે કે, પક્ષ દ્વારા જોઈએ એવા પગલાં ભરાયા નથી. જીતની બેઠક હરાવનારાઓ આજે પક્ષમાં ખુલ્લીને ફરી રહ્યાં છે.[:]