નદીમાં ઝેરી કેમિકલના બેરલ કોણ ઠાલવી ગયું

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર બેડ ગામ નજીક આવેલી નદીમાં રાત્રી દરમ્યાન હાનિકારક કેમીકલ ભરેલા બેરલો ઠાલવી દેવાયા હતા. 3000થી વધુ લોખંડ અને પ્લાસ્ટીકના બેરલનો જથ્થો બે-ત્રણ પ્રકારના કેમીકલ છે. અમુક બેરલોમાં સાઉથ કોરીયાનો માર્કો જોવા મળ્યો હતો. પ્રોપેલાઇન ગ્રાઇકોઇલ કેમીકલનો આ જથ્થો પર્યાવરણ અને જન આરોગ્ય માટે ઝેર સમાન હોવાનું પ્રદૂષણ બોર્ડના અધિકારી દ્વારા જાણાવ્યું  હતું. આ જથ્થો જામનગરની મોટી કંપનીઓમાં કેમીકલ પ્રસોસે માટે વપરાતો હોવાનું જાણવા મળ્યું છે.

જન આરોગ્ય અને પર્યાવરણને અતિ નુકસાન કરતા આ કેમીકલના જથ્થાને કોના દ્વારા અહીં ફેકી દેવામાં આવ્યું છે, તે કોઈને ખબર નથી. કયું કેમીકલ છે અને કેટલો હાનિકારક છે અને કોના દ્વારા અહીં છોડવામાં આવી રહ્યો છે તે સંબંધે જુદી-જુદી દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે

પોલીસ અને પ્રદૂષણ બોર્ડ તથા મરીન ફોરેસ્ટ વિભાગ દ્વારા ઘટના સ્થળે દોડી ગયા હતા. ઝેરી કેમીકલ ભરેલા બેરલો ઠાલવવામાં આવી રહ્યા હતા. પ્રથમ દિવસે બેડ અને સાપરના ગ્રામજનો દ્વારા કેમીકલના જથ્થાને નદીમાં ઠાલવીને લોખંડ અને પ્લાસ્ટીકના બેરલ લઈ ગયા હતા. સતત 3 દિવસ આવું ચાલતા ગામના લોકોને શંકા ગઈ હતી.