[:gj]નર્મદાની માઈનોર નહેર તૂટી, ભ્રષ્ટાચારમાં પણી વહી ગયું [:]

[:gj]પાટણ વિસ્તારમાં નર્મદા નહેરમાં પાણી છોડતા જ જર્જરિત હાલતમાં પડેલ કેનાલોમાં ફરી ગાબડાઓ પડવાનું શરુ થવા પામ્યું હતું. જેમાં પાણી છોડવાના બે જ દિવસમાં રાધનપુરના છાણીયાથર – ગુલાબપુરા સબ માઈનોર કેનાલમાં ૫૦ ફૂટનું મોટું ગાબડું પડતા હજારો લીટર પાણી વેડફાઈ ખેતરમાં ફરી વળતા ખેડૂતો લાલઘુમ થઇ જવા પામ્યા હતા અને ખેડૂતોની પડતા પર પાટું જવી સ્થિતિ સર્જાઈ હતી.

રાધનપુર તાલુકાના છાણીયાથરથી ગુલાબપુરા ગામ વચ્ચે પસાર થતી નર્મદાની સબ માઈનોર કેનાલ લાંબા સમયથી જર્જરિત હાલતમાં હોઈ સુકી ભટ પડેલ કેનાલમાં પાણી છોડવામાં આવતાની સાથે જ કેનાલમાં ૫૦ ફૂટ જેટલું લાંબુ ગાબડું પડતા કેનાલમાં વેહતો પાણીનો પ્રવાહ સમગ્ર આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યો હતો અને આસપાસ ખેતરોમાં બેટ જેવી સ્થિતિ જોવા મળી હતી ત્યારે કેનાલમાં ગાબડું પડતા કેનાલમાં વેહ્તું હજારો લીટર પાણી લાંબા સમય સુધી વેડફાયું હતું અને આ પાણી ખેડૂતોને ઉપયોગી અન રહ્યું ના હતું કારણ કે ખેડૂતોના ઉભા પાકમાં પાણી ભરાઈ જતા પાક નુકશાનની ભીતિ સેવાઈ હતી ત્યારે કેનાલ લાંબા સમયથી જર્જરિત હાલતમાં હોઈ તેના રીનોવેશન માટે ખેડૂતો એ અનેક રજૂઆત કરવા છતાં સ્થાનિક તંત્ર પર ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.[:]