[:gj]નર્મદામાં 51 ટકા પાણી ભરેલું છતાં ખેડૂતોને અપાતું નથી[:]

[:gj]આટલું પાણી ભરેલું હોવા છતાં અમદાવાદ જિલ્લાને સિંચાઈનું પાણી આપવાનો ઈન્કાર કરી દેવાયો છે. નર્મદા બંધમાં 51 ટકા પાણી ભરેલું હોવા છતાં તે પાણી ખેડૂતોને આપવામાં આવતું નથી. જે 1.70 લાખ એમસીએફટી પાણીનો જથ્થો થયો. તે પાણીથી હાલની 2 લાખ હેક્ટરમાં સિંચાઈ થઈ શકે તેમ છે. પણ સરકાર ગમેતે કારણે પાણી આપતી નથી તેથી ખેડૂતો પરેશાન છે અને ગુજરાતનો જીડીપી તેના કારણે ઘટીને સાવ તળિયે જઈ શકે તેમ છે.

સમગ્ર ગુજરાતમાં મધ્ય ગુજરાતની સ્થિતિ  સારી છે. 17 બંધોમાં 45 ટકા પાણી ભરેલું છે. ગયા વર્ષે 50 ટકા પાણી બંધોમાં ભરેલું હતું. આ પાણી અમદાવાદ જિલ્લાની ખેતી માટે આપી શકાય તેમ હોવા છતાં તે આપવામાં આવતું નથી.

ગુજરાતના 203 બંધોમાં 21.37 ટકા પાણી છે. ગયા અઠવાડિયે આ જથ્થો 23.15 ટકા હતો. આમ એક અઠવાડિયામાં 1.78 ટકા પાણી ઓછું થયું છે. હવે ગરમી વધી હોવાથી દર અઠવાડિયે 2 ટકા પાણી ઓછું થતું જશે. જો આમ જ ચાલ્યું તો 4 બંધને બાદ કરતાં બાકીના તમામ બંધોનું પાણી જુન મહિનાની પહેલી તારીખ સુધીમાં ખાલી થઈ જશે. આમ થતાં ગંભીર કટોકટી ઉભી થશે. ગયા વર્ષે વિજય રૂપાણીએ તળાવો અને ચેક ડેમ ઉંડા કરાવેલા પણ તેનો કોઈ ફાયદો થયો નથી.

ગયા વર્ષે આ જ સમયગાળામાં ગુજરાતમાં બંધોમાં 30 ટકા પાણી હતું છતાં પાણીની ભારે તંગી હતી. જેની સામે આ વર્ષે તો પાણી સાવ ઘટીને 20 ટકાની અંદર થઈ ગયું છે. જેમાં 4 બંધનો સમાવેશ કર્યો નથી.

સૌરાષ્ટ્રના 200 બંધમાંતી 138 બંધ ખાલી થઈ ચૂક્યા છે. હવે 9.25 ટકા પાણી છે. ગયા વર્ષે તે બે ગણું હતું. સૌરાષ્ટ્ર કરતાં કચ્છમાં વધું પાણી છે. આમ હવે કચ્છ કરતાં પણ સૌરાષ્ટ્રની સૌથી ગંભીર હાલત છે. ઉત્તર ગુજરાતનાં લગભગ ગયા વર્ષ જેટલું જ પાણી છે. આ વખતે ગંભીર બાબત તો એ છે કે પાણીઓ ગણાતો દક્ષિણ ગુજરાતનો વિસ્તાર ન પામીઓ થઈ ગયો છે. દક્ષિણ ગુજરાતના 13 મોટા બંધોમાં 20 ટકા જ પાણી છે. ગયા વર્ષે 30 ટકા જેવું પાણી હતું.

ક્યાં વિસ્તારમાં કેટલું પાણી

વિસ્તાર  જળસ્તર

સૌરાષ્ટ્ર  9.74%

કચ્છ  12.52%

દક્ષિણ ગુજરાત  20%

ઉત્તર ગુજરાત  16%

મધ્ય ગુજરાત 45%

કુલ  21.37%[:]