[:gj]નવા ટ્રાફિક નિયમોથી AMTS-BRTSની આવકમાં વધારો [:]

[:gj]અમદાવાદ,તા:૧૭

અમદાવાદ શહેરમાં ટ્રાફિકના નિયમો કડક બનતાં અને મોટા દંડ વસૂલતા મેમો ફાટતાં શહેરીજનોએ જાહેર પરિવહન સેવાનો ઉપયોગ વધારી દીધો છે. સામાન્ય રીતે ઓફિસ કે અન્ય કામઅર્થે બહાર જવા પણ લોકોએ હવે એએમટીએસ અને બીઆરટીએસનો ઉપયોગ વધારી દીધો છે.

અમદાવાદના શહેરીજનોએ જાહેર પરિવહનનો ઉપયોગ વધારી દેતાં એએમટીએસ અને બીઆરટીએસની આવકમાં પણ સારો એવો વધારો થયો છે. એએમટીએસની સેવાનો વધુ લોકોએ લાભ લેતાં રોજ થતી રૂ.20 લાખની આવક એકદમ જ 25 લાખ થઈ ગઈ છે, એટલે કે આવકમાં રૂ.5 લાખો વધારો નોંધાયો છે. એક અંદાજ મુજબ એએમટીએસમાં રોજ મુસાફરી કરતા મુસાફરોમાં 75 હજાર લોકોનો વધારો નોંધાયો છે, જેથી પ્રવાસીઓનો ધસારાને પહોંચી વળવા માટે હાલની 700 બસ પણ એકરીતે કહેવા જઈએ તો ઓછી પડી રહી છે.

ટ્રાફિકના કડક નિયમોના પગલે બીઆરટીએસની આવકમાં પણ સારો કહી શકાય તેવો વધારો નોંધાયો છે. ગત 9 ઓક્ટોબરે જ્યાં 1,63,624 લાખ મુસાફરોથી 20.85 લાખની આવક થઈ હતી. જે 16 સપ્ટેમ્બરની ગણતરી મુજબ 1,82,969 મુસાફર થવા જાય છે, જેનાથી 23.21 લાખની આવક નોંધાઈ છે. એટલે કહીએ તો એક અઠવાડિયામાં જ 19345 મુસાફર વધવાની સાથે રૂ.2.36 લાખની આવક વધી છે. હાલમાં બીઆરટીએસ કોરિડોરમાં 250 બસ ઓનરોડ છે, જે પૈકી 18 ઈ-બસનો પણ સમાવેશ થાય છે.

એએમટીએસની આવકમાં ભલે વધારો થાય પણ તેનાથી એએમટીએસની આર્થિક સ્થિતિમાં કોઈ સુધારો થવાનો નથી, કારણ કે કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલી 2800 કરોડની લોન આટલી આવકથી કંઈ ભરપાઈ થવાની નથી, અને લાગતું પણ નથી કે આ લોન ભરપાઈ કરવાની કોઈ શક્યતા હોય.

 [:]