[:gj]નવી શિક્ષણ નીતિ ફરી કેમ બહાર આવી રહી છે ? [:]

[:gj]નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૧૯માં રાજ્યોના સૂચનો માટેની જૂથ ચર્ચામાં ગુજરાતના શિક્ષણ વિદોએ પાટનગરમાં ચર્ચા બેઠક યોજી હતી. ૧૯૮૬ પછી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઘડવામાં રાજ્યોના મત લેવામાં આવી રહ્યાં છે.

ભારત સરકાર સમક્ષ રજૂ થયેલી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના મુસદ્દામાં શાળા શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ એમ બે ભાગ પડાયા છે. શાળા શિક્ષણમાં ૩ વર્ષના બાળકો પર વિશેષ ધ્યાન, ૨૦૨૫ સુધીમાં  ૩ થી ૬ વર્ષના તમામ બાળકો માટે શૈક્ષણિક સંભાળનું ધ્યેય, વર્ષ ૩ થી ૧૮ સુધી શિક્ષણના અધિકારનો અમલ અને વ્યાપ, એન.સી.ઇ.આર.ટી.ને પ્રારંભિક બાળ શિક્ષણનો અભ્યાસક્રમ તૈયાર કરવાની જવાબદારી આપવી, પ્રારંભિક સ્તરે બાળકને પણ ભાષાઓથી પરિચિત કરવામાં આવે તેનું પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં જ મળે, માધ્યમિક કક્ષાએ બાળકો એક  વિદેશી ભાષા શીખે, સામાજિક વગેરે મુદ્દાઓનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત ઉચ્ચ શિક્ષણ માટે ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓને ત્રણ પ્રકારમાં વહેંચવાનો મુદ્દો છે. તેમાં રિસર્ચ યુનિવર્સિટી, શિક્ષણ યુનિવર્સિટી અને કોલેજ-ઉચ્ચ ગુણવત્તાલક્ષી શિક્ષણ પ્રાપ્તિ માટેની સ્વાયત્ત સંસ્થાઓનો સમાવેશ થાય છે.

કેન્દ્રની નવી સરકાર નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૧૯ બનાવવા જઇ રહી છે. રાષ્ટ્રીય શિક્ષણનીતિ-૨૦૧૯ના આખરી ઓપ આપવા માટે ગાંધીનગર ખાતે સંવાદ યોજાયો હતો. યુવાશક્તિ રાષ્ટ્રની એસેટ છે, તેનો રાષ્ટ્ર નિર્માણમાં વિનિયોગ કરવા, આ નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ સક્ષમ માધ્યમ બનવાની છે. ૧૯૮૬ પછી નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ બની રહી છે. પહેલી મોદી સરકારે નવી નીતિ બનાવવા દેશભરમાં ઝુંબેશ શરૂં કરી હતી પણ પછી તે એકાએક પડતી મૂકી હતી. નીતિ બનાવવામાં મોદી નિષ્ફળ રહ્યાં હતા. હવે ફરીથી નીતિ બનાવીને તેમાં સંઘની છાંટ આવે એવનું શિક્ષણ હોઈ શકે છે.

ગાંધીનગરમાં રાષ્ટ્રીય શિક્ષણનીતિ-૨૦૧૯ના કેન્દ્ર સરકારે રાજ્યોના મંગાવેલા સૂઝાવ માટે યોજાયેલી શિક્ષણ વિભાગની જૂથ ચર્ચા હતી. આ નીતિના કેન્દ્ર સ્થાને – FOCUS માં શિક્ષણ અને વિદ્યાર્થી રહે તેમજ સમયાનુકૂલ બદલાવ અને આઝાદીના ૭૦-૭૫ વર્ષના અનુભવોની વ્યાપક ચર્ચા-મંથન આ જૂથ-ચર્ચામાં રહે તેના આધાર ઉપર ગુજરાત પોતાના સૂચનો આ નવી નીતિ માટે મોકલી અપાશે.

અગાઉ પણ આ રીતે ગુજરાત સરકારે સૂચનો મોલકી આપ્યા હતા. તેનું હજું સુધી કંઈ થયું નથી. પહેલી વખતની મોદી સરકારે તે યોજના જ પડતી મૂકી હતી.

સમગ્ર દિવસ દરમિયાન શિક્ષણ વિભાગ, તજજ્ઞો, શિક્ષણવિદોએ કરેલી ચર્ચામંથનના પ્રતિભાવો પણ  મેળવ્યા હતા.

ના ભારત સરકારના પ્રયાસો અને હાથ ધરાયેલી પ્રક્રિયાનો ઉલ્લેખ કરતા શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પરિસંવાદના પ્રારંભમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષણનીતિ એ ભાજપા સરકારની નહીં પણ ભારત સરકારની બની રહે તે દિશામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ  રાષ્ટ્રવ્યાપી પ્રયાસો આરંભ્યા છે. વડાપ્રધાનશ્રીએ રાષ્ટ્રીય શિક્ષણનીતિ તૈયાર કરવાની પ્રક્રિયા પૂર્વે સ્પષ્ટપણે જણાવેલું કે, ન્યુ ઇન્ડિયાની તથા વિદ્યાર્થીના સર્વાંગી વિકાસની પ્રક્રિયામાં સહાયક અને નિર્ણાયક બને તેવી શિક્ષણનીતિના ઘડતરની પ્રક્રિયા આરંભાઇ છે.

સંસ્કાર સંપન્ન, અભ્યાસુ અને વૈશ્વિક, રાષ્ટ્રીય પડકારોને સમજી સર્વાંગી વિકાસ સાથેના બાળકનું  ઘડતર શિક્ષણ જ કરી શકે અને નવી શિક્ષણનીતિમાં આ પ્રકારના સર્વાંગી શિક્ષણ પર ખાસ ભાર મૂકાશે. સામાજિક દાયિત્વની જવાબદારી પણ શિક્ષણની જ છે, શિક્ષણ માત્ર આર્થિક ઉપાર્જનનું માધ્યમ નથી, ત્યારે શિક્ષણ વિદો આ દિશામાં પણ રચનાત્મક સૂચનો કરે તેમ તેમણે જણાવ્યું હતું.

પરિસંવાદમાં ઉપસ્થિત સમુદાયોની ૧૦ ટીમ બનાવીને પ્રત્યેક ટીમ-ગ્રુપે અલગ-અલગ  બેઠક યોજી ડૉ. કે. કસ્તૂરી રંગનના વડપણ હેઠળની સમિતિએ નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ -૨૦૧૯ના તૈયાર કરાયેલા મુસદ્દાના મહત્વના મુદ્દાઓ પર ગહન અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસ બાદ જે તે ગ્રુપના સભ્યોએ તે મુદ્દા ઉપરાંત પોતાના વિચારો પણ રજૂ કરી સૂચનો કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ડૉ. કસ્તૂરી રંગનના વડપણ હેઠળની સમિતિ દ્દારા તૈયાર  કરાયેલી નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિના મુસદ્દા પણ રાષ્ટ્રવ્યાપી ચર્ચા, અભ્યાસ કરી તમામ રાજ્યના શિક્ષણવિદો પાસેથી ભારત સરકારે સૂચનો માંગ્યા છે. આ પ્રક્રિયાના ભાગરૂપે આજે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણવિદોની સ્થિતિમાં પરિસંવાદનું આયોજન કરાયું હતું. આ પરિસંવાદમાં રાષ્ટ્રીય શિક્ષણનીતિ સંદર્ભે વ્યક્ત થયેલા સૂચનોના આધારે એક સંકલિત અહેવાલ ગુજરાત સરકારે, ભારત સરકાર સમક્ષ રજૂ કર્યો હતો.

આ ઉપરાંત પણ શાળા શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ સંબંધી અનેક મહત્વના મુદ્દાઓનો આ નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિના મુસદ્દામાં વિગતવાર સમાવેશ કરાયો છે. આ મુદ્દાઓનો આજના પરિસંવાદમાં બનાવાયેલા ૧૦ ગૃપે અલગ-અલગ બેઠક યોજી, ચર્ચા કરી, પોતાના સૂચનો રજૂ કર્યા હતા.

દેશના સુખ્યાત વૈજ્ઞાનિક ડૉ. કસ્તૂરી રંગનના વડપણ હેઠળની સમિતિએ નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ અંગેનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે અને તેને આખરી ઓપ આપવા દેશના તમામ રાજ્યો દ્વારા રાષ્ટ્રવ્યાપી અભ્યાસ આધારિત ચર્ચા થઇ રહી હોય તેવી આ પ્રથમ ઘટના છે. આ એક દિવસીય પરિસંવાદમાં શિક્ષણવિદો ઉપરાંત જિલ્લા શિક્ષણાધિકારીઓ, પ્રાથમિક, માધ્યમિક શાળાના આચાર્યો, મુખ્ય અધિક્ષકો તથા શિક્ષણ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.[:]