[:gj]નાના રણમાં 3.50 લાખ વિદેશી પક્ષીઓ આવી ચઢ્યા[:]

[:gj]કચ્છના નાના રણ – પાટડીના રણમાં 74 બેટ પર 103 પ્રકારના 99740 પક્ષીઓ ગયા વર્ષે હતા. આ વર્ષે ગણતરી કરાતાં 350%નો વધારો થયો છે. 3.51 લાખ પક્ષીઓ આવ્યા છે. પાણી અને ખોરાક સારા હોવાથી પક્ષીઓ અહીં રોકાય જાય છે.

રશીયા, અફધાનિસ્તાન, પાકિસ્તાન, સાઇબેરીયા, યુરોપ અને લદાખથી પક્ષીઓ આવે છે. રણમાં ઇમ્પિરિયલ ઇગલ, સ્ટેટી ઇગલ, પેરાગ્વિન ફાલ્કન, મર્લિન, બાજ સહિતના 30થી વધુ પ્રકારના શિકારી પક્ષીઓ છે.

સફેદ અને ગુલાબી કલરના લેસર અને ગ્રેટર પક્ષીઓ, ફ્લેમિંગો, બતક, પેલિગન, મોટો હંજ અને નાનો હંજ, સફેદ પેણ, રૂપેરી પેણ, કૂંજ, મોટી ચોટીલી ડુબકી, મોટી વાબગલી, બાજ, પટ્ટાઇ અને ટીલોર જોવા મળે છે.

રણમાં ચાર ઝોનમાં પક્ષી ગણતરીના આંકડા
ઝોન પક્ષીઓ
ધ્રાંગધ્રા 42925
આડેસર 241260
હળવદ 21298
બજાણા 45113
કુલ 351196

2028માં ખારાધોડાથી 100 કિમી કચ્છના નાના રણમાં રૂપેણ નદીનું પાણી આવતાં રણમાં 50 હજારથી પણ વધુની સંખ્યામાં પ્રથમ વખથ ફ્લેમિંગો આવેલા જોવા મળ્યા હતા. અત્યાર સુધી આપણને ફ્લેમિંગો નળસરોવર અને ભુજ પાસેના ખાવડા વિસ્તારમાં જોવા મળતા હતા.[:]