[:gj]નારણ કાછડીયા સાંસદ થયા પછી કોલેજ કરી, રૂ.50 હજારમાં ચૂંટણી લડશે, કોઈ માને ? [:]

[:gj]અમરેલી લોકસભા ભાજપના ઉમેદવાર નારણ કાછડીયા છે. 64 વર્ષની મોટી ઉંમરના નારણ કાછડીયાએ 2012- 13માં ડો. બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીમાં બી.એ.ની પદવી પ્રાપ્‍ત કરેલી હતી. તેઓ સાંસદ બન્યા ત્યાર બાદ એટલેકે 58 વર્ષે ગ્રેજ્યુએટ થયા હતા. હવે તેઓએ બીજું આશ્ચર્ય ઊભું કર્યું છે કે, તેઓની પાસે રોકડા રૂ.50 હજાર છે. તેનો સીધો મતલબ કે તેઓ રૂ.50 હજારમાં જ ચૂંટણી લડવાના છે. અથવા વ્યાજે પૈસા લઈને ચૂંટણી લડશે.

આ વાત કોઈ માની શકે તેમ નથી. તેમની સામે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી ચૂંટણી લડી રહ્યાં છે. અહીં એક ઉમેદવારને રૂ.5થી 10 કરોડનું ખર્ચ કરીને હવે રોજના રૂ.50 લાખનું ખર્ચ ગેરકાયદે કરવું પડશે. ગુજરાતના દરેક મોટા પક્ષના ઉમેદવાર આવું કરવાના છે.

વળી, કાછડીયાની પોતાની તેમજ પત્‍નિ અને બે પુત્રો સહિતની છેલ્‍લા 5 વર્ષની આવક રૂા.79 લાખ દર્શાવવામાં આવેલ હતી. વર્ષની રૂ.15 લાખની આવક તમામની બતાવવામાં આવી છે.

આ ઉપરાંત ચરખડીયા ગામમાં વડિલોપાર્જીત 5 એકર ખેતીની જમીન તેમજ સાવરકુંડલામાં 4 એકર જમીન ધરાવે છે. પોતાનો પરિવાર પાસે 49 તોલા સોનુ અને એક કિલો ચાંદી ધરાવે છે. સ્‍થાવર જંગમ મિલ્‍કતો તેમજ રોકાણ સહિત કુલ રૂ.48 કરોડ બતાવી છે.[:]