[:gj] નિગમ સોસાયટીના ચેરમેન અને સોસાયટીના સભ્યો આમને સામને [:]

[:gj]અમદાવાદ,તા:૩૦

અમદાવાદ શહેરના ઘોડાસરમાં આવેલી નિગમ સોસાયટીમાં ચેરમેન અને સોસાયટીના સભ્યો વચ્ચે ગેરકાયદે બાંધકામને લઈને વિવાદ સપાટી પર આવ્યો. સોસાયટીના 280 મકાનો એનએ, એનઓસીવાળા છે, જ્યારે 11 મકાનોને લઈને વિવાદ થઈ રહ્યો છે, જે અંગે સોસાયટીના સભ્યો દ્વારા લેખિતમાં અરજી કરવામાં આવી છે.

વિવાદાસ્પદ 11 મકાનોના માલિકો દ્વારા કલેક્ટર, એસ્ટેટ ઓફિસર, દક્ષિણ ઝોન, મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા રજિસ્ટ્રારને અરજી મોકલાઈ છે, સાથે સોસાયટીના સભ્યો દ્વારા સાથે આરટીઆઈ પણ કરવામાં આવી છે, જેનો જવાબ હજુ મળ્યો નથી.

જાણવા મળ્યા મુજબ સોસાયટીનાં 280 મકાનો કાયદેસર છે, પરંતુ 11 મકાનો રિઝર્વ પ્લોટ પર ગેરકાયદે બનાવવામાં આવ્યાં છે. આ તમામ 11 મકાન ઔડાના પ્લાન પાસ કર્યા વગર, અમપાની કોઈ પણ જાતની પરવાનગી વગર ગેરકાયદે બાંધવામાં આવ્યાં છે. આ 11 મકાનો ચેરમેનની મનમાનીથી એમના માનીતાઓને વેચાણ કરવામાં આવ્યાં હોવાનો આરોપ થઈ રહ્યો છે. આ પ્લોટ 14,500ના ભાવથી વેચાણ કરવાનું નક્કી કરાયું હતું, જે મુજબ ચેરમેને 2થી 3 મકાનોનું વેચાણ કર્યું હોવાનું કહેવાઈ રહ્યું છે. જ્યારે અન્ય મકાન તેમના મળતિયાઓને રૂ.11,500ના ભાવથી વેચાણ કર્યા હોવાનું જણાવાઈ રહ્યું છે.

નિગમ સોસાયટીના ખાતાનું પણ વર્ષોથી ઓડિટ ન કરાયું હોવાનું જાણવામાં આવ્યું છે. આ અંગે ચેરમેન ઓમકારસિંહ રાજપૂતને પૂછવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ 6 વર્ષથી ચેરમેન છે અને નિગમ સોસાયટીમાં કોઈપણ જાત નુ ગેરકાયદે બાંધકામ નથી કરાયું. આ 823/1/1 સરવૅ નંબરની જગ્યા નિગમ સોસાયટીના નામ પર જ છે, અને તેમાં 9 મકાનો બનાવેલાં છે. આ જગ્યા સરકારી કે રિઝર્વં પ્લોટ નથી, તેનું વેચાણ કાયદેસર રીતે 14,500ના ભાવથી જ કરાયું છે. બાકીના 2 મકાનો છે તે ગેરકાયદે છે, પરંતુ તે 1978 સાલનાં છે અને તેમની પાસે સોસાયટીના શેર-સર્ટિફિકેટ હોવાથી સોસાયટી જ્યારે તોડવામાં આવશે ત્યારે તેમને જગ્યા ફાળવી આપશે. ચેરમેનના જણાવ્યા પ્રમાણે નિગમ સોસાયટીનું સ્ટેટ બેન્કમાં ખાતું છે, જેનું દર બે વર્ષે રજિસ્ટ્રાર દ્વારા ઓડિટ કરાવાય છે.[:]