[:gj]નિરમા અને રસના બ્રાંડના પ્રચારકોને મોતનું ગ્રહણ [:]

[:gj]ggn team | May 15, 2012, 12:00 AM IST Print this storyEmail this story
સમગ્ર દેશમાં ઘેરઘેર જાણીતી બનેલી ગુજરાતની બ્રાન્ડો “નિરમા”અને “રસના”ને જાહેરાતના માધ્યમ થકી ગુંજતી કરનાર કલાકાર એવા પ્રચારકોને જાણેકે મોતનું ગ્રહણ લાગી ગયું હોય એવી છાપ ઉપસી રહી છે.વર્ષો પહેલા જયારે નિરમા કંપની પા પા ડગલી માંડતી હતી. આ સમયે “દુધસી સફેદી નિરમા સે આયે” શબ્દોને દેશવાસીઓના કાનમાં ગુંજતા કરનાર બાળ કલાકાર અને જેના નામે નિરમા પાવડરની શરૂઆત કરવામાં આવી હતી.એ બાળા “નિરમા”નું યાત્રાધામ અંબાજી નજીક કાર અકસ્માતમાં નિધન થયું હતું.આજ પ્રમાણે વર્ષો પછી “આઈ લવ યુ રસના”થકી ગુજરાતની રસના શરબતની બ્રાન્ડને દેશવાસીઓના કાનમાં ગુંજતી કરનાર બાળ કલાકાર તરૂણી સચદેવનું નેપાળની વિમાન દુર્ઘટનામાં મૃત્યુ નીપજ્યું હતું.અત્રે ઉલ્લેખનીય છેકે સમગ્ર દેશમાં વોશિંગ પાવડરના ક્ષેત્રે “નિરમા”અને શરબતની બ્રાન્ડમાં “રસના”અગ્રેસર વેચાણ ધરાવતી બ્રાન્ડો છે.જે બંન્ને બ્રાન્ડનું ઉત્પાદન જોગાનુજોગ ગુજરાતમાં અમદાવાદ ખાતે થાય છે.

પ્રારંભમાં નાના પાયે નિરમા વોશિંગ પાવડરનું ઉત્પાદન કાર્ય શરુ કર્યા પછીથી ઘેર ઘેર ફરીને વેચાતી આ પ્રોડક્ટને રાષ્ટ્રીય કક્ષાએ લઇ જવા માટે મોટાપાયે જાહેરાતોનું કેમ્પેઈન નક્કી કરાયું હતું.નિરમાના એ સમયના નજીકના હરીફ એવા હિપોલીન વોશિંગ પાવડરના માર્કેટિંગને મહાત કરે એવી રીતે સમગ્ર પ્રચારનું આયોજન કરાયું હતું.આ પ્રચારમાં જેના નામ પરથી નિરમા વોશિંગ પાવડરની શરૂઆત કરવામાં આવી હતી.એ નિરમાની ઝલક દર્શાવવામાં આવી હતી.જે અત્યંત સફળ પ્રચાર રહ્યો હતો.

તેમજ દેશભરમાં આ પ્રચાર પછીથી ઘેરઘેર નિરમાની માંગ થઇ હતી.એક સમયેતો બહુરાષ્ટ્રીય કંપનીઓના વોશિંગ પાવડરોના વેચાણને પણ આની સારી એવી અસર પહોચી હતી.જે આજે પણ યથાવત છે.જયારે આ પછી નિરમા બીજમાંથી વટવ્રુક્ષ બનીને બહાર આવીછે.હવે નિરમા માત્ર વોશિંગ પાવડર કે સાબુનાજ ઉત્પાદનમાં નહિ,બલ્કે નહાવાના સાબુ,રંગ-રસાયણ,શિક્ષણ જેવા અનેક ક્ષેત્રોમા પોતાનો પગ પેસારો કરી ચુકી છે.

આ નિરમા બ્રાન્ડ જ્યાંથી આગળ આવી,એ સમયે વર્ષો પહેલા નિરમા પરિવારના સભ્યો સાથે યાત્રાધામ અંબાજી જઈ રહી હતી.ત્યારે માર્ગમાં તે જમાનાની કારને અકસ્માત નડતા નિરમાનું મોત નીપજ્યું હતું.આમ જેના નામથી નિરમાની શરૂઆત કરવામાં આવી હતી.એણે નાની ઉમરમાંજ જિંદગીની એક્ઝીટ લીધી હતી.

આવીજ કંઈક ઘટના વર્ષો બાદ “રસના” શરબતની બ્રાન્ડને ઘેર ઘેર ગુંજતી કરનાર બાળ કલાકાર તરૂણી સચદેવ સાથે ઘટવા પામી છે.”આઈ લવ યુ રસના”થકી આ ગુજરાતની દેશભરમાં ઘેરઘેર ગુંજતી કરનાર તરૂણી પોતાની માતા ગીતા સાથે નેપાળમાં પ્રવાસ અને બીઝનેસ ટ્રીપ માટે ગઈ હતી.આ દરમ્યાન મુક્તનાથ મંદિરના દર્શનાર્થે વિમાનમાં બેસીને પ્રવાસ કરી રહ્યા હતા.ત્યારે માર્ગમાં વિમાન દુર્ઘટનામાં અન્ય તેર પ્રવાસીઓ સાથે બંનેના મોત નીપજ્યા હતા. અમિતાભ અને અભિષેક બચ્ચનને ચમકાવતી ફિલ્મ “પા”સહીત અનેક ફિલ્મો અને વિજ્ઞાપનોમાં તરુણીએ અભિનયના ઓજસ પાથર્યા છે.

આમ ગુજરાતની નિરમા અને રસના બંને બ્રાન્ડોને ઘેરઘેર ગુંજતી કરનાર કલાકારના મોતથી ઉદ્યોગ જગતે પણ આંચકો અનુભવ્યો છે. 15 may 2012, reported nirma rasana निरमा रसना[:]