[:gj]નિરમા કંપનીને પણ ઠગ મળી ગયો, કોલસામાં પાણી ભેળવી દીધું[:]

[:gj]ભાવનગરની નિરમા કંપનીને મોકલવા માટે ઓસ્ટ્રેલિયાથી ગાંધીધામ આવતા ઇમ્પોર્ટડ કોલસા ચોરીનું કૌભાંડ ટંકારામાં ઝડપાયા બાદ ત્રણ ટ્રક ચાલકોની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય સૂત્રધાર હિતેષ જાદવજી પટેલ ભાગી ગયો છે. જેને પોલીસ હજુ પકડી શકી નથી.

સારી ગુણત્તાનો આયાતી કોલસો ટ્રકમાંથી બારોબાર ટંકારાના ગોડાઉનમાં ઉતારી એના વજન બરાબરનું પાણી છાંટી ચોરી કરવામાં આવતી હતી.

34 વર્ષના ગેમારા રામા રામ મેઘવડ, ડુંગરપુર, રાજસ્થાન, ધનજી આંબા મોણવેલ ઉંમર 27, રહે. વેડપ, સુઈગામ, બનાસકાંઠા અને ઈશ્વર રૂપ રાઠોડ ઉંમર 46, રહે. જાલોચા, સુઈગામ, બનાસકાંઠા વાળાઓને ઝડપી પાડ્યા છે. જ્યારે મુખ્ય સૂત્રધાર, રહે. હિતેષ જાદવજી પટેલ મુળ કુંતાસી હાલ મોરબી તથા રાજુ મારવાડી નામના શખ્સોને ઝડપી પાડવા તપાસ ચાલુ છે.

ગાંધીધામ કચ્છના રહેવાસી હર્ષકુમાર પવનકુમાર મારવાડી નામના વેપારીએ નિરમા કંપનીમાં મોકલતા કોલસામાં ફરિયાદ આવતી હોય કોલસાના ટ્રક ભરાવીને તેનો પીછો કરતા ટંકારા ખાતે કોલસો ઉતારીને તેમાં પાણી છાંટી વજન પુરું કરવાનું કૌભાંડ બહાર આવ્યું હતું.

આરોપી આગોતરા જામીન સાથે રજૂ થતા અટકાયત બાદ છુટકારો કરી દેવાયો હતો.

સાત આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. મુખ્ય સુત્રધાર હિતેષ પટેલના ભાગીદાર જયેશ જીવરાજ વિડજા (ઉંમર 42, રહે. ભક્તિનગર સર્કલ, યદુનંદન સોસાયટી) મોરબી કોર્ટમાંથી આગોતરા જામીન સાથે રજૂ થતાં ટંકારા પોલીસે આરોપી જયેશ વિડજાને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો.

અગાઉ પણ નિરામા કોલસા કૌભાંડ થયું હતું

ગાંધીધામના સેક્ટર એકમાં રહેતા અને લુણવા ખાતે નારાયણી કોક પ્રાઇવેટ લી.ના 29 વર્ષીય હર્ષકુમાર પવનકુમાર મોરે ફરિયાદ નોંધાવી હતી કે તેમની કંપની 10 વર્ષથી ભાવનગર પાસે આવેલી નિરમા કંપનીમાં તેમણે બનાવેલો કોલસો સપ્લાય કરે છે.

હેત રોડવેઝ ટ્રાન્સપોર્ટની જીજે-12-એયુ-5382 નંબરની ટ્રક, સચ્ચિદાનંદ રોડવેઇઝની જીજે-12-ઝેડ-4521 તથા જીજે-12-એયુ-6284 નંબરના ટ્રક પાછળ હર્ષકુમાર , તેમની કંપનીના જનરલ મેનેજર ઇમ્તિયાઝ અંસારી અને સુપરવાઇઝર નરેશ દરજી ગયા હતા.

જેમાંથી જીજે-12-એયુ-5382 નંબરની ટ્રકનો ચાલક ગમારા રામા રામ ટંકારા નજીક દયાનંદ કોટન ઇન્ડ્રસ્ટ્રીઝમાં લઇ ગયો હતો. ગોડાઉન હિતેષ જાદવજી પટેલનું હોવાનું અને તે ગેરકાયદેસર રીતે કોક ખરીદતો હતો. ગેમારા રામા રામ, હિતેશ જાદવજી પટેલ, ચેનસિંઘ જાગુ હટીલા, ભાવેશ પટેલ અને તપાસમાં જે ખુલ્લે તેના વિરુધ્ધ વિશ્વાસઘાતની ફરિયાદ દાખલ કરાવી છે.

ભાનુશાલી હત્યા કેસના સાક્ષીની છે

ભચાઉના લુણવા ખાતે આવેલી નારાયણી કોક કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર પવનકુમાર લાલચંદ મોરે સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાં ગોળી મારીને ભાજપના નેતા જયંતી ભાનુશાળીની હત્યા કરાઇ હતી એ ચકચારી હત્યા કેસના એકમાત્ર સાક્ષી છે.[:]