[:gj]નિવૃત્ત પોલીસમેનની બર્થ ડે પાર્ટીમાં દારૂની રેલમછેલઃ દરોડા પાડનારી પોલીસ પાર્ટી સામે અનેક સવાલો [:]

[:gj]રાજકોટ,તા.20 રાજકોટમાંથી હાઇપ્રોફાઇલ દારૂની પાર્ટી પર પોલીસે દરોડા પાડીને 30 લોકોની ધરપકડ કરી હતી. જોકે મેડિકલ ચેકઅપ બાદ દસ લોકોને જામીન ઉપર મુક્ત કરાયાં હતાં.  રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે પર આવેલા ક્રિષ્ના વોટર પાર્કમાં નિવૃત્ત પોલીસકર્મી  રાજભા ઝાલાની જન્મદિની ઉજવણી માટે યોજાયેલી  પાર્ટીમાં દસ પોલીસ ચિક્કાર  દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા. આ દારૂની પાર્ટી ઉપર દરોડા બાદ સમગ્ર રાજ્યમાં ચર્ચા ચાલી હતી કે પોલીસ જ દારૂની પાર્ટી કરતી હોય ત્યાં બીજાને શુ કરી શકવાની હતી.

આ  હાઇપ્રોફાઇલ દારૂની મહેફિલ અંગે રાજકોટના ઇન્ચાર્જ પોલીસ કમિશનર સંદિપસિંઘે પત્રકારો સાથે વાતચિતમાં  જણાવ્યું હતું કે, 10 લોકો દારૂ પીને જ પાર્ટીમાં આવ્યા હતા. પોલીસે તપાસ કરતાં કહ્યું હતુંકે  વોટર પાર્કના માલિક સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.જો કે આ હાઈ પ્રોફાઈલ દારૂની પાર્ટીનો કેસ રફેદફે કરવાનો પણ પ્રયાસ થઇ રહ્યો છે.  એટલા માટે કે પોલીસે 30 લોકોનાં મેડિકલ કર્યા બાદ 10 આરોપીને જામીન પર મુક્ત કર્યા છે. જેને લઈને અનેક તર્કવિતર્ક થઇ રહ્યાં છે[:]