[:gj]નિશાન એ પોલીસ મેળવતું ગુજરાત 7મું રાજ્ય[:]

[:gj]દેશની પોલીસ માટે રાષ્ટ્રપતિનું નિશાન એ પોલીસ દળની શ્રેષ્ઠતા અને ગૌરવનું પ્રતીક છે. આ સન્માન  ગુજરાત પોલીસને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ ગુજરાત પોલીસ અકાદમી કરાઇ ખાતે અર્પણ કર્યું હતું. આ નિશાન દેશના 28 રાજ્યો પૈકી ગુજરાતને સાતમાં રાજ્ય તરીકે પ્રાપ્ત થયું છે. અગાઉ મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ દિલ્હી, તમિલનાડુ, ત્રિપુરા અને આસામ રાજ્યના પોલીસ દળને આ નિશાન મળી ચૂક્યા છે.  હવે ગુજરાત પોલીસે પણ મેળવ્યું છે.

ઉપરાષ્ટ્રપતિશ્રી વેંકૈયા નાયડુએ રાષ્ટ્રપતિનું “નિશાન” અર્પણ કર્યું હતું.

ગુજરાત પોલીસ સુરક્ષા સેતુ, સાયબર સુરક્ષા, પોલીસ પોટૅલ , ગુજકોપ, પિનાક સોફ્ટવેર જેવી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ અને નવા આયામો થકી કાયદો અને વ્યવસ્થા જાળવી રાખે છે.  ગુજરાતનો ૧૬૦૦ કિ.મી.નો સૌથી લાંબો દરિયા કિનારોની સુરક્ષા માટે મરીન પોલીસ કમાન્ડો ફોસૅની રચના કરી છે. ભૂતકાળમાં ઇન્ડો-પાક વોર, અક્ષરધામ મંદિર ઉપર આતંકવાદી હુમલો, અમદાવાદ ખાતે સિરિયલ બોમ્બ બ્લાસ્ટ વખતે ખૂબ જ ગંભીરતાપૂર્વક સામનો કરીને પોતાનું સાહસ બતાવ્યું હતું.

ગુજરાતે પોલીસ ભરતીમાં મહિલાઓને ૩૩ ટકા અનામત આપીને મહિલાઓના ઉત્કર્ષમાં  દેશને નવો રાહ ચિંધ્યો છે.

ગુજરાત પોલીસની ૫૯ વર્ષની સફળયાત્રાનું પરિણામ છે. ગુજરાત પોલીસે ગુના નિયંત્રણ, આતંકવાદ સામે, સાયબર ક્રાઇમ ક્ષેત્રે, અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ બનીને સાધન સામગ્રીના ઉપયોગ થકી પોલીસ જવાનોને નૈતિક બળ પૂરું પાડ્યું છે. અનેક પોલીસ કર્મીઓએ માતૃભૂમિ કાજે શહાદત વહોરી છે.  દરિયાકિનારા પરથી માદક દ્રવ્યો, હથિયારો  ઘુસાડવા સહિત આતંકવાદી પ્રવૃત્તિઓને રોકવામાં પણ મરીન પોલીસ દ્વારા તથા ગુજરાત પોલીસે વિશિષ્ટ કામગીરી કરી છે.

ઉપરાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં ગુજરાત પોલીસના નવા આકર્ષક લોગોનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું. નવીન ‘નિશાન’ સાથે પરેડ યોજવામાં આવી હતી.[:]