[:gj]નેધરલેન્ડના સૌર પેનલ ક્ષેત્રે સમજૂતી કરારો થયા[:]

[:gj]નેધરલેન્ડના બિઝનેસ ડેલિગેશનની બેઠકમાં નેધરલેન્ડની જુદી જુદી કંપનીઓએ કૃષિ અને બાગાયત ક્ષેત્રે, તબીબી સુવિધા અંગે રાજ્યના સંલગ્ન વિભાગ સાથે તેમજ વેસ્ટ ટુ એનર્જી અને સ્માર્ટ સિટી માટે વડોદરા મહાનગરપાલિકા સાથે ઉપરાંત પવન ઊર્જા અને સૌર પેનલ ક્ષેત્રે રાજ્યના ઉર્જા વિભાગ સાથે સમજૂતી કરારો કર્યા હતા.

ગુજરાત અને નેધરલેન્ડના મજબૂત આર્થિક સહયોગથી ગુજરાત રાજ્યના વિકાસને નવો વેગ મળશે. નેધરલેન્ડ દ્વારા પોર્ટ ડેવલપમેન્ટ, મેરીટાઇમ અને વોટર હાર્વેસ્ટિંગ ક્ષેત્રે કરાયેલા શ્રેષ્ઠ ઇનોવેટિવ કાર્યોની પ્રશંસા કરી હતી. તેમણે રાજ્યમાં ખાસ કરીને પોર્ટ ડેવલપમેન્ટ, મેરીટાઇમ તેમજ ડ્રેનેજ જેવા ક્ષેત્રોમાં નેધરલેન્ડના સહયોગની સંભાવના દર્શાવી હતી.
ધોલેરા સરના વિકાસ માટે તેમજ કલ્પસર યોજનાને સાકાર કરવા નેધરલેન્ડના પ્રતિનિધિમંડળને ટેકનોલોજીના સહયોગથી આગળ આવવા જણાવ્યું હતું
મુખ્યમંત્રીશ્રીએ ભારત સ્થિત નેધરલેન્ડની કંપનીઓની પ્રગતિની પણ ખાસ નોંધ લીધી હતી. નેધરલેન્ડના ટેક્શેશન અને કસ્ટમ્સ મંત્રી શ્રીયુત મેન્નો સ્નેલ (Mr. Menno Snel) ના નેતૃત્વમાં આવેલા પ્રતિનિધિમંડળે ગુજરાતમાં મૂડીરોકાણની વિશાળ તકોની નોંધ લઇ, નેધરલેન્ડની કંપનીઓ કૃષિ, મેન્યુફેક્ચરિંગ તેમજ ઉર્જા જેવા ક્ષેત્રોમાં મૂડીરોકાણ માટે ઉત્સુક છે તેમ જણાવ્યું હતું

નેધરલેન્ડના મંત્રીશ્રી સ્નેલે ગુજરાત-નેધરલેન્ડના આ પારસ્પરિક સહયોગને બંને દેશો માટે આર્થિક વિકાસનું
મજબૂત કદમ ગણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે સ્મૃતિ ભેટ આપી ગુજરાતના આંગણે સૌનું સ્વાગત કર્યું હતું[:]