[:gj]નોટબંધી કૌભાંડમાં ભજીયાવાલા સામે પગલાં, પણ મહેશ શાહ સામે નહીં [:]

[:gj]સુરતમાં ઉધના વિસ્તારના કિશોર ભજીયાવાલા સામે આવકવેરા વિભાગે નોટબંધીમાં રોકડા પૈસાની બાબતમાં 175 મિલકતો ટાંચમાં લીધી હતી. રૂ1500 કરોડ મેળવવા માટે આ મિલકતો હરાજીમાં રાખી છે. જેમાં કેટલીક હરાજી થઈ છે. પણ ડિસેમ્બર 2016માં અમદાવાદના મહેશ શાહે રૂ.13,860 કરોડ નોટબંધી વખતે કાળા નાણાં પેટે જાહેર કર્યા અને તે ભર્યા ન હતા. છતાં તેમની સામે આવકવેરા વિભાગે કોઈ કાર્યવાહી કરી નથી.

કોંગ્રેસ પ્રમુખ ભરત સોલંકીએ તે સમયે જાહેર કર્યું હતું મહેશ શાહ તો મહોરૂ છે. 13,860 કરોડનું કાળુ નાણુ ભાજપના સત્તાધીશોનું હશે. કાળુનાણુ ધોળુ કરવાનું કૌભાંડ આચરીને વડાપ્રધાનની કિચન કેબિનેટ દેશદ્રોહ કર્યો છે. નરેન્‍દ્ર મોદીના મેઈક ઈન ઈન્‍ડિયાના અભિનવ વર્મા રૂ.80 લાખની નકલી નોટો સાથે પકડાયા હતા.

કોંગ્રેસે અપીલ કરી હતી કે, ભાજપ સરકાર તેમના ધારાસભ્‍યો, સંસદ સભ્‍યો અને પદાધિકારીઓના નાણાકીય વ્‍યવહારો જાહેર જનતા સમક્ષ ખુલ્લા મુકે. ૧૩૮૬૦ કરોડના કાળાનાણાં જાહેર કરનાર મહેશ શાહને પકડવાના બદલે સવલત આપવામાં આવી રહી છે.

2016માં નોટબંધીના સમયે ઉધનામાં ચા વેંચીને કરોડપતિ બનેલા ફાઇનાન્સર કિશોર ભજીયાવાલાએ તેના સાથીઓ મારફતે કરોડો રૂપિયાની જૂની નોટો બદલીને  મોટું કૌભાંડ કર્યું હતુ. સાથે જ ઇન્કમટેક્સ વિભાગના દરોડામાં કરોડો રૂપિયા અને સોના ચાંદીના દાગીના, વાસણો પકડાયા હતા. આઇટીએ તેના બેંક લોકર્સ પણ સિલ કરી દીધા હતા. બાદમાં તેના સોના ચાંદીના દાગીના, વાસણો અને મોંઘીદાટ ઘડિયાળ સહિતની વસ્તુઓની હરાજી કરવામાં આવી હતી. કિશોર ભજીયાવાલા, જીગ્નેશ ભજીયાવાલા, જાસ્મીન ભજીયાવાલા સહિત પરિવારના સભ્યોના નામે રહેલી મિલકતો જપ્ત કરી છે. સુરતના ઉધના, પલસાણા, પાંડેસરા, અને સચિન સહિતના વિસ્તારોમાં આ મિલકતો જપ્ત કરાઇ છે. પણ મહેશ શાહ પાસે તેનાથી 10 ગણું કાળુ નાણું હોવા છતાં તે જાહેર કર્યું નથી.

નવરંગપુરામાં આકાંક્ષા બિલ્ડીંગમાં આવેલી અપ્પાજી અમિન એન્ડ કંપની નામની સી.એ.ની પેઢીમાં દરોડા પાડયા હતા. આ દરોડા ત્રીજા દિવસે પણ ચાલુ રાખવામાં આવ્યા છે. આઇડીએસમાં મોટી રકમ જાહેર કરનારના અપ્પાજી અમિન એન્ડ કંપની સાથે કોને સંબંધ છે અને તેની તપાસ ચાલી રહી છે. અખાતી દેશોમાં પણ બિઝનેસ કરવાની અને રોકાણ કરવાની સલાહ આપે છે. જોકે, આવકવેરાની તપાસ બાદ મોટા ખુલાસા થશે અને કોણ કોણ સંડોવાયેલા છે તેની માહિતી બહાર આવશે. અમદાવાદના દરોડાનું મોનિટરિંગ નવી દિલ્હી ખાતેથી સીધું કરવામાં આવી રહ્યું છે. ફર્મના સી.એ. તહેમુલ શેખનાએ ખુલાસો કર્યો હતો કે, મહેશ શાહ મારા રેગ્યુલર કસ્ટમર નથી. તે એકવાર મારે ત્યાં આવ્યા હતા અને આઇડીએસ સ્કીમ અંગે પૂછ્યું હતું. તો મેં એમને સ્કીમ સમજાવી હતી. ત્યારબાદ એમણે પોતાની સંપત્તિ ડિક્લેર કરવા ઇચ્છા વ્યક્ત કરી હતી.

ભારતના રૂ.14.5 લાખ કરોડ રોકડા નાણાં ફરીથી બેંકમાં આવી ગયા છે. તો મહેશ શાહના રૂ.13,860 કરોડનું કાળુ નાણું ક્યાં ગયું તે એક સવાલ દરેક ગુજરાતીઓના મનમાં થે,

અપ્પાજી એન્ડ કંપની સી.એ. ફર્મના સી.એ. તહેમુલ શેખનાએ ખુલાસો કર્યો હતો કે, મહેશ શાહ તેના રેગ્યલર કસ્ટમર નથી. એકવાર તેને ત્યાં આવીને શાહે આઇડીએસ સ્કિમ અંગે પૂછ્યું હતું. યોજના સમજાવાયા બાદ તેણે પોતાની સંપત્તિ ડિક્લેર કરવા ઇચ્છા વ્યક્ત કરી હતી. ત્યારબાદ ઇન્કમટેક્સ કચેરીએ જઇને 30 સપ્ટેમ્બર 2016માં આ અંગેનું ડિક્લેરેશન કર્યુ હતું. ઇન્કમટેક્સે આ અંગે 14 ઓક્ટોબરે અમને નંબર આપ્યો હતો અને આ અંગે ઇન્કમટેક્સમાં પ્રથમ હપ્તા પેટે રૂા.1560 કરોડ ભરવાના હતા. પરંતુ શાહે ટેક્સનો પ્રથમ હપ્તો ન ભરતા ઇન્કમટેક્સે આપેલો નંબર કેન્સલ થયો હતો.

આજે મહેશ શાહ ક્યાં છે તેને શોધવામાં ભાજપ સરકાર રસ બતાવતી નથી. તે શંકા ઊભી કરે છે. [:]