[:gj]ન્યાય અપાવનારાઓને અન્યાય, અદાલતોમાં ખાલી જગ્યાથી પ્રજા પરેશાન[:]

[:gj]છેલ્લાં ઘણા વર્ષોથી ભાજપ સરકારની સાથે રહેતા આવેલાં વકીલો હવે રાજકીય રીતે આંદોલન કરીને પોતાને થતાં અન્યાય માટે આંદોલન કરવાનું વિચારી રહ્યા છે. રાજ્યની તમામ ફોજદારી અદાલતોમાં લાંબા સમયથી આસીસ્ટન્ટ પબ્લીક પ્રોસીક્યુટરની ખાલી પડેલી જગ્યા પૂરવામાં આવતી ન હોવાથી ન્યાયમાં વિલંબ સરકાર કરી રહી છે. તેથી હવે દરેક જિલ્લા સ્થળે કલેક્ટરને આ માટે આવેદનપત્ર આપવાનું શરૂ કરાયું છે. સાબરકાંઠા કલેક્ટરને આવેદનપત્ર આપી દેવામાં આવ્યું છે.

554 વકીલોની જગ્યા ખાલી

તાલુકાની કોર્ટમાં 554 આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર્સની ખાલી જગ્યા ભરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી ત્યારે લેખિત અને મૌખિક પરીક્ષા લીધા બાદ અગ્રતાક્રમ યાદી તૈયાર કરી દેવામાં આવી હતી. ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી સહિતની કામગીરી પૂરી કરી દેવામાં આવી હતી. છતાં ભાજપ સરકારે ખાલી જગ્યાની ભરતી ન કરતાં ઉમેદવારો ઉગ્ર બની ગયા છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સમક્ષ માંગણી કરી છે તેઓ નબળા હોવાથી કાયદા પ્રધાન પ્રદીપ રાજપૂતને પણ કંઈ કહી શકતા નથી. તેથી વડાપ્રધાન સમક્ષ આખો મામલો લઈ જવામાં આવ્યો છે.

પસંદગીને પાંચ વર્ષ પૂરા થયા

તાલુકાકક્ષાની અદાલતોમાં ખાલી પડેલી મદદનીશ સરકારી વકીલોની કુલ 554 જગ્યાઓ ભરવા જીપીએસસી દ્વારા જાહેરાત આપવામાં આવી હતી. જીપીએસસીએ યાદી બનાવી કાયદા વિભાગને મોકલી આપી હતી. છતાં મદદનીશ સરકારી વકીલની ભરતી કરવામાં આવી નથી. 425 માંથી 374 ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી થઈ ગઈ છે. તેમ છતાં ઈ.સ. 2013માં ભરતીની જાહેરાત કર્યાને 5 વર્ષ વિતી જવા છતાં મદદનીશ સરકારી વકીલની ભરતી થઈ નથી.

વડી અદાલતનો વચગાળાની મનાઈ

વકીલોની ખાલી પડેલી 425 જગ્યાઓ માટે પસદંગી પામેલા 550 ઉમેદવારોની યાદી કાયદા વિભાગને જીપીએસસી દ્વારા મોકલવાને બદલે જેટલી ખાલી જગ્યા છે એટલાં જ ઉમેદવારોની યાદી કાયદા વિભાગને મોકલાતા બાકી રહી ગયેલા ઉમેદવારોએ વડીઅદાલતમાં રીટ કરી હતી. અદાલતે વચગાળાનો સ્ટે આપીને  સરકાર અને જીપીએસસીને નોટિસ પાઠવી હતી. અન્યાય કરાયો છે, ભેદભાવભરી નીતિ અપનાવીને તેમના ઉંચા મેરિટ હોવા છતા નીચા મેરિટવાળા ઉમેદવારોના નામની ભલામણ જીપીએસસીએ કાયદા વિભાગને કરી હોવાનો આરોપ અરજીમાં કરાયો હતો.

એડીશનલ પબ્લીક પ્રોસીકયુટરની પરીક્ષામાં નાપાસ થયેલા ઉમેદવારોએ અગાઉ વડી અદાવતમાં અરજી કરી હતી જે હાલ પડતર છે.

લડાઈમાં પ્રજાનો ખો

22 સપ્ટેમ્બર 2017માં ન્યાયતંત્ર પોતે જ હવે ન્યાય માગે એવી હાલત થઈ હતી કારણ કે 17.58 લાખ કેસ પડતર હતા. જેનો નિકાલ કરનારા 397 ન્યાયાધીશની જગ્યાઓ ખાલી હતી. જે 26 ટકા જગ્યાઓ ખાલી પડી હતી. વળી, ગુજરાત વડી અદાલતમાં કેસોનો ભરાવો છતાં, 40 ટકા જગ્યા ખાલી હતી. પડતર કેસ સૌથી વધુ સંખ્યા અમદાવાદમાં છે.

ન્યાયાધિશ ન્યાય માંગે છે

રાજ્યમાં ન્યાયાધિશની મંજૂર થયેલી જગ્યાઓની સંખ્યા 1508 છે, જેની સામે 1111 જગ્યા ભરાયેલી છે અને  397 જગ્યાઓ ખાલી પડી હતી. પડતર કેસમાં 11.82 લાખ ક્રિમિલન છે અને 5.76 લાખ સિવિસના કેસો છે. આ ઉપરાંત 3.49 લાખ કેસો એવા છે કે જે 10 વર્ષ કરતાં પણ વધુ સમયથી અદાલતમાં પડી રહ્યાં છે. ગુજરાત વડી અદાલતમાં મંજૂર થયેલી 52 જગ્યાઓ પૈકી માત્ર 31 ન્યાયાધિશની જગ્યા ભરાયેલી છે. આ દરેક જજ પાસે 200 થી 250 કેસોના કોઝલિસ્ટ હોય છે. કોર્ટ દિવસમાં 300 મિનિટ જેટલું કામ કરે છે. જો દરેક કેસ માટે 5 મિનિટનો સમય ફાળવાય તોપણ મુશ્કેલીથી રોજના 60 કેસોની સુનાવણી હાથ ધરી શકાય છે.

કોણ જવાબદાર

બાર કાઉન્સીલ ઓફ ગુજરાત સમક્ષ આ મુદ્દો વારંવાર લઈ જવામાં આવ્યો છે. સ્ટેનો, મજૂર અદાલતો, તમામ ટ્રીબ્યુનલોની હાલત અત્યંત ખરાબ બની રહી છે. જ્યાં સ્ટાફ આપવામાં ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને કાયદા પ્રધાન પ્રદીપ રાજપુત સદંતર નિષ્ફળ નિવડ્યા છે. તેથી ન્યાયાધિશો, વકીલો અને પ્રજા પરેશાન છે.[:]