[:gj]પક્ષાંતરથી ભાજપમાં આવેલા આશા માટે નિરાશા, ઊંઝામાં ઉગ્ર વિરોધ[:]

[:gj]ઊંઝા વિધાનસભાની પેટા ચૂંટણીમાં આશા પટેલનો વિરોધ ઘટવાના બદલે વધી રહ્યો છે. ભાજપના મંત્રી કી સી પટેલ પણ આ વિરોધને ઓછો કરી શક્યા ન હતા. ભાજપનું જ એક જૂથ આશાની ઉમેદવારી સામે વિરોધ નોંધાવવા માટે લક્ઝરી ભરી ગાંધીનગર ભાજપા નેતાઓ સામે વિરોધ કરવા માટે ગયા હતા. આશાબેનને ભાજપ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઉમેદવાર જાહેર ન કરે તેવી રજૂઆત કરી હતી.

આશાબેનનો વિરોધ કરવા ઊંઝા શહેર અને તાલુકાના હોદ્દેદારો નાથુ ચૌધરી, ઊંઝા યાર્ડના વાઈસ ચેરમેન ડાહ્યા પટેલ, જેઠા પટેલ, ઊંઝા શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ ભાવેશ પટેલ, ધવલ પટેલ, પ્રિયંક પટેલ અને કિશાન મોરચાના  કાર્યકરો મળી કુલ 70 થી વધુ ભાજપના કાર્યકરો ગાંધીનગરમાં ભાજપની કચેરીએ વિરોધ કર્યો હતો. કહી દીધું હતું કે આશા પટેલને ટિકિટ આપવામાં આવશે તો તેને હરાવીશું.

આશાબેનને ટીકીટ ન આપે તો તેઓ નારાજ થશે, આપે તો ભાજપના જ કાર્યકરો બળવો કર્યો છે.[:]