પત્રકાર ગૌરીની હત્યા કરનાર કયા રાજ્યનો છે ?

કર્ણાટકના પત્રકાર ગૌરી લંકેશના હત્યાકાંડ કેસમાં બેંગલુરૂ એસઆઇટીએ ઝારખંડના ધનબાદ પાસે કતરાસથી રાજેશ દેવડિકર ઉર્ફે ઋષિકેશ નામના આરોપી યુવકને ધરપકડ કરી છે. ઋષિકેશ ઉર્ફે રાજેશ દેવીડકર મહારાષ્ટ્રના રહેવાસી છે અને કતરાસના જ એક પેટ્રોલ પંપમાં કામ કરતો હતો. ગત આઠ મહિનાથી તે ધનબાદના કતરાસમાં રહેતો હતો.
ગૌરી લંકેશની હત્યા સપ્ટેમ્બર ૨૦૧૭ ગોળી મારીને કરી દીધી હતી. હુમલામાં તેમને ચાર ગોળીઓ મારી હતી અને તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ૫૫ વર્ષીય પત્રકાર ‘લંકેશ પત્રિકા’ ચલાવતા હતા. આ મામલે આ ૧૭મી ધરપકડ છે. ઋષિકેશ આ મામલે કોઇ નામજોગ આરોપી ન હતા પરંતુ પહેલાં જ આરોપીઓ સાથે પૂછપરછમાં તેમની સંલિપ્તાની વાત સામે આવી હતી ત્યારબાદ કર્ણાટકની બેંગલુરૂ પોલીસની વિશેષ તપાસ ટીમે કતરાસ પોલીસના સહયોગથી કાર્યવાહી કરી.