[:gj]પરંપરાગત પહેરવેશ પરિધાન કરીને મહેર સમાજની મહિલાઓના મણિયારા રાસે આકર્ષણ જમાવ્યું [:]

[:gj]ગરબા નૃત્ય એ ગુજરાત ની ઓળખ છે જેને વેસ્ટર્ન કલ્ચરે સાવ ભૂસી નાખવા તરફ વાળી છે જયારે આ ગરબાને પોરબંદર જીલ્લાની  મહેર જ્ઞાતિએ મણિયારો રાસ નામ આપી ને જાળવી રાખી છે અને તે પણ પરમ્પરાગત પોષાક અને સોનાના દાગીના પેહરીને રમતા નજરે પડે છે મહિલા ઓ પણ ભાતીગળ પહેરવેશ અને દાગીના પહેરી રાસ રમતી નજરે પડે છે.  મહેર સમાજ રાજપૂત ક્ષત્રિય જાતી છે કે જેમણે પોતાના વતન માટે યુદ્ધ કર્યું હતું અને જીત હાસલ કરી હતી ત્યારે બુંગીયોઢોલ વગાડવામાં આવ્યો હતો ત્યારથી વિજયોત્સવ મનાવામાંમાં આવે છે અને આ મણિયારો રાસ તેની સાથે સંકળાયેવલો છે. ગુજરાતના લોકનૃત્યમાં રાસના ઘણા સ્વરૂપ છે જેમાં નો એક રાસ છે મણિયારો રાસ કે જે ખાસ કરી ને પોરબંદર જીલ્લા માં રમવા માં આવે છે અને દેશ વિદેશ માં કે પછી દેશ ના રાષ્ટ્રીય કાર્યક્રમ માં પણ રમવા માં આવે છે રાસ માં પુરુષો અનેમહિલા ઓ અલગ અલગ રીતે પોતપોતાના જુદા જુદા સ્ટેપ થી રાસ રમે છે

 

આ મણિયારો રાસ જન્માષ્ટમી .હોળી અને નવરાત્રી માં પરમ્પરાગત પોષક પેહરીને રમવામાં આવે છે.ત્યારે પોરબંદરમાં દરવરસે મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વરા રાસ ગરબાનું આયોજન કરવા માં આવે છે. જેમાં પાંચમાં નોરતે મહેર સમાજ ના ભાઈઓ બનેનો દ્વરા પરમ્પરાગત પોષાક પહેરી ને રા ગરબા ની રમઝટ બોલાવે છે.આ ઉપરાંત મહેર જ્ઞાતિ ની મહિલા ઓ પોતાના શરીરે50-50 તોલા સોના ના દાગીના પહેરી ગરબે ઘૂમે છે. મહિલાઓ જયારે આ મણિયારો રમવા આવે છે ત્યારે પોતાનો પોષાક હોઈ છે ઢારવો .કાપડું .ઓઢણી અને ડોકમાં સોનાના જુમણું  કાનમાં વેઢલા પેહરે છે જયારે પુરુષો રમે છે ત્યારે આંગણી .ચોયણી પાઘડી .ખેસ પેહરી ને રમે છેઆજ ના જમાના માં સોના ના ભાવ સાંભળી ને લોકો સોનું લેવા નું ટાળે છે ત્યારે મહેર જ્ઞાતિ ની મહિલા ઓ પોતાના શરીરે50-50 તોલા સોના ના દાગીના કોઈ પણ જાતની બીક વગર પેહરીને પુરાજોશથી રમે છે[:]