[:gj]પશુપાલકોને દુધનું પૂરું વળતર મળતું નથી, રાજ્યવ્યાપી સંગઠન બનાવવા તૈયારી[:]

[:gj]અંદાજે પશુપાલકો ને રોજના એક પશુ ના ઉછેર પાછળ રૂ.150થી 200નું ખર્ચ આવે છે. જેમાંથી આખા દિવસમાં સરેરાશ 6થી 7 લિટર દૂધ એક પશુ આપે છે. તેમ જાણાવીને એક અવાજ-એક મોર્ચાના રોમેલ સુતરિયાએ ઉમેર્યું હતું કે, અમે સાવલી તાલુકાના ગામોની મુલાકાતો કરી તેમાં પશુપાલકો જણાવે છે કે  તેમને સારા દુધના ફેટ 100% હોય તો રૂ.60 મળવા પાત્ર છે. પરંતુ દુધના 100% ફેટ ભાગ્યે કોઈ ખેડુતને મળે છે. પશુપાલકોના અંદાજ મુજબ રૂ.30થી રૂ.40 માંડ મળતા હોય છે. અનેક પરિવારોને તો 15થી 20 રુપિયા માંગ મળે છે.

આપણે હિસાબ કરીએ તો સમજમાં આવે કે પશુપાલકો રોજના ૧૦૦ રુપિયા પણ નફો કરી શકતા નથી . જે નાણા મળે છે તે પશુપાલકો પશુના ઉછેરમાં જ ખર્ચ કરવા મજબુર છે. જેમા રાત – દિવસ કરવામા આવતી મજુરી નો ખર્ચ આપણે ઉપરોક્ત ખર્ચમાં જોડ્યો જ નથી. તેમજ પશુ એક વર્ષમાં માત્ર 6થી 7 મહિના જ દુધ આપે છે. બાકી ના મહિના પશુપાલકો તેને ઉછેરે છે જેનો ખર્ચ પણ તેમને મળતો નથી. પહેલાના સમયમાં ઉત્પાદન ખર્ચ ઓછો હતો. જ્યારે આપણે ગામડાંઓમાં ખુલ્લા ખેતરો અને અનેક જગ્યાએ  પશુઓને લીલી ચાદર ઓઢેલ જમીનો ઉપર ચરતા રમણીય દ્રશ્યો નજરે જોતા હતા જે દ્રશ્ય હવે માંડ જોવા મળે છે. હવે પશુપાલકો ને ઘાસ , દાણ, પાણી બધુ જ ખરીદવા પડી રહ્યા છે.

આ પ્રકારની પરિસ્થિતિમાં કફોડુ જીવન જીવવા મજબુર પશુપાલકો ની સ્થિતિ માટે અનેક કારણો જવાબદાર હશે જ પરંતુ મુળ વાત છે કે પશુપાલકો ને તેમની મહેનતના પુરતા ભાવ મળતા નથી. રાજકીય નેતાઓ અને પાર્ટીઓ આક્ષેપ – પ્રતિઆક્ષેપ કરશે કે અમે આમ કર્યું હતું કે અમે તેમ કરીશું પરંતુ તમામ વાતો વચ્ચે પશુપાલકો ને દુધના યોગ્ય ભાવ મળતા નથી તે વાત દરેકે સ્વીકારવી જ રહી.

એક અવાજ-એક મોર્ચા લોક સંગઠન તરીકે સમગ્ર પશુપાલકોના હિતમાં કહીએ છીએ કે પશુપાલકો ને દુધના યોગ્ય ભાવ મળતા નથી તેના કારણ અનેક હશે પરંતુ પશુપાલકોને કારણો નહી નિરાકરણ જોઈએ છે અને તે નિરાકરણ ની દિશામાં પ્રથમ પગથિયાં સ્વરૂપે સંગઠિત થવું તે પ્રથમ પહેલ છે. માટે એક અવાજ-એક મોર્ચા  પશુપાલકોને ગામે ગામ સંગઠિત કરવાનો પ્રયત્ન બધા પશુપાલકો સાથે મળી કરી રહ્યા છે. સંગઠનના અધ્યક્ષ સ્થાનેથી રોમેલ સુતરિયા આ વિષયે સાવલીના ગામે ગામ જઈ પશુપાલકો ને સંગઠિત થવા આહ્વાન કરી રહ્યા છે.

આવતા મહિનાની 18 નવેમ્બર 2018ના રોજ સાવલી મા પશુપાલકો ના હિત માટે સભા નુ આયોજન કરવામા આવી રહ્યું છે. જેમા તમામ રાજકીય પક્ષો ને પશુપાલકો ના હિતમાં નિરાકરણ આપવા માટે આમંત્રિત કરવામાં આવશે.[:]