[:gj]પહેલી વખત કાંકરિયા ખાલી કરાવાયુ[:]

[:gj]

પહેલેથી જ વિવાદાસ્પદ રહેલા 20 વર્ષથી ચાલતાં વોટર પાર્કમાં સુપર સ્ટાર એમ્પ્યઝમેન્ટ પાર્ક કે જે બાલવાટીકાનો ભાગ છેની રાઈડ તૂટી પડી હતી. રાઈડ વચ્ચેથી તૂટી પડી હતી. 3 બાળકોના મોત થયા છે. 32 બાળકો રાઈડની મજા માણી રહ્યાં હતા ત્યારે 40 ફૂટ ઊંચેથી 40 ટન વજનની રાઈડ એકાએક તૂટીને નીચે પડકાઈ હતી. 25 લોકોને ઈજા થઈ છે. જેમાં 14ને ગંભીર ઈજા થઈ હતી. વેલ્ડીંગ તૂટી જતાં ફાઉન્ડેશન તૂટી ગયું અને બે ભાગ થઈ ગયા હતા અને રાઈડ નીચે પટકાઈ હતી. 12 વર્ષથી નીચેના બાળકો રાઈડ કરી રહ્યાં હતા તે નીચે પટકાયા હતા અને જેમાં મોત થયા હતા.

5.30 કલાકે રાઈડ તૂટી ત્યારે ચારેબાજુ બાળકોની ચીસો સંભળાવા લાગી હતી. આખું કાંકરીયા તળાવ સાંજે 6 વાગ્યે મોજ માણી રહ્યું હતું ત્યારે જ ચીસો સંભળાતાં મુલાકાતીઓ ત્યાં દોડી ગયા હતા. તેથી કાંકરિયા ખાલી કરાવવાનું નક્કી કરાયું હતું.

2015થી લોલક રાઈડ ચાલુ હતી. 2 જૂન 2019ના રોજ ગયા મહિને રિવરફ્રંટ પરની રાઈડ પણ ખરાબ થઈ ગઈ હતી અને તેમાં લોકોને રેસ્ક્યુ કરીને બચાવવા પડ્યા હતા. ત્યાર બાદ આ ગંભીર ઘટના છે.

પહેલી વખત કાંકરિયા લેકફ્રંટ ખાલી કરાવાયું

15મી સદીનું જૂનું અને 2.5 કિ.મી. લાંબી કાંકરિયા તળાવની ખાલી કરાવી દેવાયું હતું. આવું પહેલી વખત થયું છે. દર વર્ષે ડિસેમ્બરના અંતમાં કાંકરીયા કાર્નીવલ ઉત્સવ ઉજવવામાં આવે છે. આમ લોકપ્રિય કાંકરીયા રવિવારના દિવસે ખાલી કરાવાયું હોય એવી પહેલી ઘટના છે. 10 વર્ષ પહેલાં 2008માં રૂ.30 કરોડના ખર્ચે તે બનાવાયું છે.

ઘનશ્યામ પટેલની અટકાયત કરી છે. રાઈડ ઓપરેટર કિશન મહંતી હતો.

[:]