[:gj]પાંચ બેઠક પર જન નેતા હાર્દિકની માંગ, આખરે ક્યાંથી લડી શકે ચૂંટણી[:]

[:gj]હાર્દિક પટેલ હવે કોઈ એક જાતિના નેતા રહ્યાં નથી. તેમણે કરેલાં અનામત આંદોલન અને પછી તે જન આંદોલમાં ફેરવાઈ ગયા બાદ હતે તે જનનેતા બની શક્યા છે. એપ્રિલ – મે 2019માં યોજાનારી લોકસભાની ચૂંટણી લડશે. તે અમરેલી, સુરત, મહેસાણા, પોરબંદર, જામનગર લોકસભા બેઠકથી ચૂંટણી લડશે તેમ કહેવામાં આવી રહ્યું છે.

મહેસાણા જિલ્લો પાટીદાર અનામત આંદોલનનું એપી સેન્ટર પણ રહ્યું છે, તો હાલમાં સરદાર પટેલ સેવાદળના લાલજી પટેલ પણ સાથે મળીને આંદોલનની ભૂમિકામાં છે તો તેમનો પણ સહયોગ મળી શકે છે. પણ મહેસાણામાં પ્રવેશ કરી શકે તેમ નથી. અમરેલીમાં કોંગ્રેસના પરેશ ધાનાણી તેમને પ્રવેશ કરવા દે તેમ નથી. ત્યાં પાટીદારોમાં ભાજપ ભાગલા પડાવી શકે તેમ છે. પોરબંદરમાં લડે તો ત્યાં અર્જુન મોઢવાડીયા અને વિઠ્ઠલ રાદડીયાને ટક્કર મારવી પડે તેમ છે. સુરતમાં જે રીતે વિધનસભામાં હાર્દિક પટેલ સફળ થયા નથી તેથી ત્યાં તે ઊભા રહે તો હારે તેમ છે. રહી જામનગરની વાત. અહીં ભાજપના રણછોડ ફળદુનો વિસ્તાર છે. આહિર સમાજ સામે તેને જીંક જીલવી પડે તેમ છે. કોંગ્રેસ અહીં તેને ટેકો આપી શકે છે. આમ એક માત્ર જામનગર બેઠક એવી છે કે જ્યાં હાર્દિક પટેલ ચૂંટણી લડી શકે એવી શંભાવનાઓ છે. તેઓ હમણાંથી જામનગરના આંટાફેરા મારી રહ્યા છે.

તો આ લોકસભા બેઠકમાં ગત વર્ષે વિધાનસભાની ચૂંટણી વખતે કોંગ્રેસે જીતેલી માણસા, બેચરાજી અને ઊંઝા બેઠકની સરસાઈ ભાજપે જીતેલી મહેસાણા, કડી, વિજાપુર અને વિસનગર કરતાં વધારે છે.

પાટીદાર અનામત અંદોલન સમિતિના યુવાન ક્રાંતિકારી નેતા હાર્દિક પટેલ એક યુવાન નેતા તરીકે ઉભરી આવ્યા છે અને હાલ ગુજરાત સાથે દેશના યુવાનોમાં હાર્દિક હોટ ફેવરીટ છે. કારણકે તેની ઉંમર ૨૫ વર્ષ કરતા ઓછી હતી તેથી વિધાનસભાની ચૂંટણી લડ્યા ન હતા.

દેશભરમાં તે હવે જાણાતી બની ગયા છે અને હવે તે ચૂંટણી લડવા સક્ષમ થઇ ગયા છે. અનામત આંદોલનની કમાન અલ્પેશ કથિરીયાને સોંપીને હાર્દિક હવે લોકસભાની ચૂંટણી લડશે તેવું દેખાઈ રહ્યું છે. તેઓ પાસમાંથી રાજીનામું આપી દેશે આવું માનવામાં આવી રહ્યું છે.

આંદોલન પુરું થતાં રાજીનામું આપી કોંગ્રેસમાં જોડાઈ શકે છે
પાટીદાર અનામત આંદોલનનો પ્રણેતા અને યુવાનેતા હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાશે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. આવનારા સમયમાં હાર્દિક લોકસભા ચૂંટણી લડશે તેવી જાહેરાત કર્યા બાદ હવે તે કોંગ્રેસમાં જોડાશે તેવી અટકળો ફરતી થઇ છે.

પાટીદાર અનામત આંદોલન અને ખેડૂતો માટે આંદોલન કરનારા યુવાન હાર્દિક પટેલને અગાઉ પણ ઘણી ઓફરો થઇ છે પરંતુ હવે તે સત્તાવાર રીતે રાજકારણમાં જોડાશે તેવું કહેવાઈ રહ્યું છે.

હાર્દિક પટેલ આવનારા દિવસોમાં અમરેલી લોકસભાની ચૂંટણી અપક્ષ લડશે અને કોંગ્રેસ તેને સમર્થન આપશે તેવી વાતો વચ્ચે હવે હાર્દિક પટેલ કોંગ્રેસમાં જ જોડાશે તેવી જાણકારી અમારા ગુપ્ત સુત્રો પાસેથી મળી રહી છે.

હાર્દિક પટેલ ક્યારે જોડાશે ?

હાર્દિક આવનાર 14 ફેબ્રુઅરી 2019માં કોંગ્રેસમાં સત્તાવાર રીતે જોડાશે તેવી અટકળો હતી જે સાચી પડી નથી. રાહુલ ગાંધી પણ હાર્દિક પટેલની કામગીરીથી પ્રભઆવિત છે. ભાજપ સરકાર સામે અડગ રહીને લડ્યો છે. તો હવે કોંગ્રેસ પણ તેના પર ભરોસો રાખીને ઉમેદવાર બનાવી શકે છે. અનામત આંદોલનથી જનઆંદોલન બનતા મોદી સરકારે પણ ઝૂકવું પડ્યું હતું. દેશભરમાં સવર્ણોને અનામતની જાહેરાત કરવી પડી હતી. ત્યારે અનામતના મુદ્દે નિવારણ આવી ગયું છે.  ખેડૂતોના મુદ્દે હવે કોંગ્રેસની સાથે મળીને જ લડાઈ લડવાનો નિર્ણય લઈને હાર્દિક કોંગ્રેસમાં જોડાતો હોઈ શકે છે. તેને કોંગ્રેસ જાહેરમાં આમંત્રણ આપે તો તે જોડાઈ શકે છે.[:]