[:gj]પાંચ વર્ષની મંદી બાદ ખેડૂતોએ બટાકા ઉગાડવાનું ઓછું કર્યું [:]

[:gj]બનાસકાંઠા જિલ્લામાં ચાલુ રવી સીઝનમાં ખેડૂતોએ ગત વર્ષની તુલનાએ બટાકાનું વાવેતર ઓછું કર્યું છે. છેલ્લા પાંચ વર્ષથી બટાટાના ભાવમાં ચાલતી મંદીના માહોલ લઈ ખેડૂતો અન્ય પાકો તરફ વળ્યા છે.

2019-20માં બનાસકાંઠા જિલ્લામાં 68696 હેક્ટરમાં બટાટાનું વાવેતર થયું હતું. 2019-20માં હાલ 62349 હેક્ટર જમીનમાં બટાકાનું વાવેતર થયું છે. વાવણી મોટાભાગે પૂરી થઈ ગઈ છે.

સમગ્ર ભારતમાં જ્યાં સૌથી વધું બટાકા ઉગાડાય છે તે બટાકા નગરી તરીકે ઓળખાતા ડીસાના ખેડૂતોએ ગયા વર્ષે 40,484 હેક્ટરમાં વાવેતરની સામે હાલ 2019-20માં 35117 હેક્ટરમાં વાવેતર થયું છે.

ગુજરાતમાં બટાકા ઊગાડતાં ખેડૂતો સાથે કંપનીઓએ કોન્ટ્રેક્ટ કરેલાં છે તેના સિવાયના ખેડૂતોએ બટાકા ઉગાડ્યા નથી. તેઓ બીજા પાક જીરું, રાઈ, મકાઈ, ઘઉં, તમાકુના વાવેતર તરફ વધારે વળ્યા છે.

માત્ર બનાસકાંઠા જ નહીં પણ પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર અને ખેડા જિલ્લામાં આવી હાલત છે.

રાજ્યમાં હાલ 1.15 લાખ હેક્ટરમાં બટાકાનું વાવેતર થયું છે. જેમાં બનાસકાંઠામાં 1.08 લાખ હેક્ટર છે. જો 5 વર્ષ ખેતીમાં તેજી રહેત તો તે 1.50 લાખથી વધુ વિસ્તાર થઈ ગયો હોત.

રાજ્યમાં બાકીના વિસ્તારોમાં બટાકા ઉગાડવામાં આવતાં નથી કારણ કે ત્યાં ઉત્પાદકતા ઓછી મળે છે. બનાસકાંઠાની રેતાળ જમીન અને ઠંડી વધું અનુકુળ આવે છે.

સમગ્ર દેશભરમાં સૌથી વધુ હેક્ટર દીઠ ઉત્પાદન કરતાં બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે બટાકાના વાવેતરમાં ઘટાડો નોંધાયો છે. આમ તો સમગ્ર ગુજરાતમાં પણ ડીસાએ બટાકાનું સૌથી મોટું હબ ગણવામાં આવે છે. તેમ છતાં આંકડાની દૃષ્ટિએ જોઈએ તો ગત વર્ષની સરખામણીએ આ વર્ષે બટાટાનો વિસ્તાર ઘટયો હોવાનું જાણવા મળી રહ્યું છે. જિલ્લા ખેતીવાડી માંથી મળતી વિગતો પ્રમાણે

જેમાં આમ ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં બટાકાના વાવેતરમાં ઘટાડો નોંધાયો છે.

આ વર્ષે શિયાળાની ઋતુ મોડી શરૂઆત થઇ હતી તે બાદ ઠંડી રેકોર્ડબ્રેક પડી છે ઉપરાંત હવામાનમાં પણ છાશવારે પલટો જોવા મળી રહ્યો છે.તેમ છતાં હજુ સુધી બટાકા માટે સાનુકૂળ ઋતુને લઇ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં બટાટાનો પાક લહેરાઇ ઉઠયો છે અને ચાલુ વર્ષે કોઈપણ પ્રકારનો બટાટામાં હજુસુધી રોગચાળો પણ જોવા મળી રહ્યો નથી ત્યારે ડીસા પંથકમાં અનેક વિસ્તારોમાં બટાટાનું અષાઢુ વાવેતર કરેલા ખેડૂતોએ જમીનમાંથી બટાકા કાઢવાની પણ શરૂઆત કરી દીધી છે.જેથી ચાલુ વર્ષે ફરી એક વખત સારી કમાણીની અને સારો નફો થાય તેવી આશા ખેડૂતો લગાવીને બેઠા છે.

સમગ્ર રાજ્યમાં વર્ષ 2007-08માં 72300 હેક્ટર વાવેતર થયું હતું અને હેક્ટર દીઠ 17,95500 મે.ટન ઉત્પાદન અને એક હેક્ટરે 24,835 કિલો મળ્યું હતું જેમાં બનાસકાંઠામાં 31900 હેક્ટર વાવેતર અને ઉત્પાદન 867700 મે.ટન ઉત્પાદન મળ્યું હતું. હેક્ટરે ઉત્પાદકતા 27,160 કિલો હતી.

2018-19માં ખરીફ અને રવી મળીને કૂલ 121000 હેક્ટર વાવેતર હતું અને 3647510 ટન ઉત્પાદન હતું, ઉત્પાદકતાં 30,033 કિલોની હતી. આમ ઉત્પાદકતા ખેડૂતોએ સુધારી છે પણ ભાજપ સરકારે બજાર વ્યવસ્થા સુધારી નથી.

ત્યાર પછી સતત ઉત્પાદકતા અને ઉત્પાદન વધતાં રહ્યાં હતા હવે તેમાં બ્રેક આવી છે.[:]