પાંચ વર્ષમાં ૨૫ લાખ ઘરનું નિર્માણ કરાશે

અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ ઔડાના વિકાસ કામો અંતર્ગત ઓઢવ બ્રિજનું લોકાર્પણ, શાંતિપુરા
બ્રીજનું ભૂમિપૂજન, દહેગામ બ્રિજનું ભૂમિપુજન, શેલા ટાઉન હોલ ભૂમિપુજન, કઠવાડા ટાઉન હોલ ભૂમિપુજન, મણીપુર-ગોધાવી- ઘુમા ડ્રેનેજ લાઇન ભૂમિપૂજન, બોપલ ગાર્ડન તથા બાસ્કેટ બોલ કમ વોલીબોલ કોર્ટ શરૂં કરાયા છે.

બોપલ નગરપાલિકા વિસ્તારને આગામી સમયમાં રૂ. ૧૬૦ કરોડનાં ખર્ચે ૬૦ MLD નર્મદાના નીર પૂરાં પાડાશે.

૧૦ વર્ષ પહેલાં બોપલ – ઘુમામાં કંઈ નહોતું તેની જગ્યાએ આજે બોપલ– ઘુમા વિસ્તાર વિકાસથી ધમધમી રહ્યો છે
આયોજનબધ્ધ વિકાસની નેમ સાથે એક જ વર્ષમાં ૧૦૦ થી વધુ ટી.પી. યોજના મંજૂર કરી છે. જી.ડી.સી.આર. પણ
કોમન બનાવ્યા છે અને આ કાયદાઓને પણ સરળ બનાવી ગ્રંથમાંથી ચોપડીનું સ્વરૂપ આપ્યું છે.
આગામી પાંચ વર્ષમાં ૨૫ લાખ ઘરોનું નિર્માણ કરીને સામાન્ય નાગરિકને રોટલા સાથે ઓટલો પણ મળે તે માટે
વિવાદ નહી સંવાદ દ્વારા ઘબકતું ગુજરાત – શ્રેષ્ઠ ગુજરાત બને તે માટે રાજ્ય સરકાર સદૈવ પ્રયત્નશીલ છે.
રૂ. ૫૭.૫૦ કરોડનાં ખર્ચે બનનાર ઓઢવ બ્રિજનું લોકાર્પણ, રૂ. ૯૪.૧૮ કરોડનાં ખર્ચે બનનાર શાંતિપુરા બ્રીજનું ભૂમિપૂજન, રૂ. ૬૦.૪૭ કરોડનાં ખર્ચે બનનાર દહેગામ બ્રિજનું ભૂમિપુજન, રૂ. ૨૯.૨૪ કરોડનાં ખર્ચે બનનાર
શેલા ટાઉન હોલ ભૂમિપુજન, રૂ. ૨૯.૨૭ કરોડનાં ખર્ચે બનનાર કઠવાડા ટાઉન હોલ ભૂમિપુજન, રૂ. ૧૮.૩૭ કરોડનાં ખર્ચે બનનાર મણીપુર-ગોધાવી-ઘુમા ડ્રેનેજ લાઇન ભૂમિપૂજન, રૂ. ૨.૦૦ કરોડનાં ખર્ચે બનનાર બોપલ ગાર્ડન તથા બાસ્કેટ બોલ કમ વોલીબોલ કોર્ટનાં અંદાજીત રૂ. ૨૮૫ કરોડના કાર્યોનું લોકાર્પણ/ખાતમૂહૂર્ત ડીજીટલ રીતે કર્યું હતું.

ભવિષ્યની બાબતો ધ્યાનમાં રાખી રીંગ રોડ તથા ઓવરબ્રિજના કારણે ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ આવ્યું છે. ૧૮૬૬ ચો.કી. નો વિસ્તાર ઔડાનો છે ત્યારે ઔડાએ ઓછા કર્મચારીઓ સાથે પણ મહત્તમ કાર્યો પૂરા કર્યા છે.
રૂ. ૩૫૦ કરોડના ખર્ચે ૭ બ્રિજનું કાર્ય થવાનું છે તે અંતર્ગત એક બ્રિજનું લોકાર્પણ થયું છે અને બે બ્રિજના ખાત મૂહૂર્ત આજે થયા છે. રૂ. ૩૫૦ કરોડના ખર્ચે ૨૮૦૦ મકાનનું આયોજન હાથ ધરાયું હતું જે પૈકી ૧૪૦૦ મકાનો તૈયાર થઈ ગયા છે અને ૧૪૦૦ મકાનો ટૂંક સમયમાં જ તૈયાર થઈ જશે. જાણીતા સામાયિક ઈકોનોમિસ્ટ મુજબ અમદાવાદ વિશ્વના સૌથી ઝડપથી વિકસતા ૧૦૦ દેશોની યાદીમાં સામેલ થવાની અભૂતપૂર્વ સિધ્ધી સુઆયોજીત વિકાસ થી હાંસલ કરી છે