[:gj]પાટણ ભાજપ હવે અડધું કોંગ્રેસથી ભરાઈ ગયું, પક્ષાંતર એક કેન્સર [:]

[:gj]કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જોધાજી ઠાકોર પુરૂષોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં પક્ષપલટો કરીને ભાજપમાં જોડાયા છે.  પાટણના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જોધાજી ઠાકોરે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે બંધબારણે બેઠક હારીજની એક હોટલમાં કરી હતી. તેઓ ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ પ્રબળ બની છે. જોધાજી ઠાકોરની સ્થાનિક ઉમેદવાર અંગેની માગણી ન સંતોષાતા તે નારાજ હતા. પાટણ બેઠક પર કોંગ્રેસે જગદીશ ઠાકોરને ટિકિટ આપી છે. ભાજપે આ બેઠક પર ભરતસિંહ ડાભીને ટિકિટ આપી છે. હવે પાટણ ભાજપમાં અડધા લોકો કોંગ્રેસના થઈ ગયા છે. સ્થાનિક લોકો માની રહ્યા છે કે પક્ષાંકર એ હવે કેન્સર થઈ ગયું છે.

ગુજરાતમાં લોકસભાની ૨૬ બેઠકો માટે તારીખ ૨૩મી એપ્રિલે યોજાનારી ચૂંટણીને આરે હવે માંડ પંદર દિવસ જ બાકી રહ્યા છે ત્યારે રાજકીય ઉથલપાથલના દોરમાં કોંગ્રેસની સ્થિતિ દિનપ્રતિદિન વધુ નબળી પડતી જતી હોવાનું ચિત્ર સ્પષ્ટ્ર થઈ રહ્યું છે. લીલાધાર વાઘેલા પણ કોંગ્રેસના છે.

લોકસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસની વંડી ઠેકીને ભાજપમાં જોડાવાની જાણે સ્પર્ધા ચાલી હોય તેમ કોંગ્રેસના એક પછી એક આગેવાનો ભાજપમાં જોડાઈ રહ્યા છે. રાજકીય સોદાગરમાં અમિત શાહ બાદ હવે જૈન વણીક વિજય રૂપાણી પક્ષ પલટાઓ કરાવવામાં કોઈ શરમ અનુભવતાં નથી. એનકેન રીતે ચૂંટણી જીતવી એ જ તેમનો ધ્યેય છે. આટલા વ્યાપક પક્ષાંતર અગાઉ ક્યારેય નથી થયા જે છેલ્લા 10 વર્ષમાં ગુજરાતમાં થયા છે.

સાણદંના ભાજપના પૂર્વ ધારાસભ્ય કમા રાઠોડ ભાજપમાં ફરી જોડાય એવી શક્યતા છે.[:]