[:gj]પાટલીબદલુઓને ટિકિટ આપવાની વાતથી ભાજપમાં ભડકો [:]

[:gj]ધારાસભ્યના પક્ષાંતર થતાં ભાજપમાં અસંતોષની જ્વાળા બહાર આવી છે. કોંગ્રેસમાંથી ભાજપમાં પક્ષપલટો કરનારા પૂર્વ ધારાસભ્યોને પેટા ચૂંટણીમાં ટિકિટ આપવાની વાત આવતાં તેમની સામે ભારે વિરોધ થઈ રહ્યો છે. પેટા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પક્ષ પલટું ઉમેદવારોને ટિકિટ આપવામાં આવશે. તેથી ત્રણ બેઠકોની પેટા ચૂંટણીમાં સ્કાયલેબની જેમ તૂટી આવેલાં હવાઈ ઉમેદવારોની સામે રોષ બહાર આવ્યો છે. લોકસભા ચૂંટણીની સાથે  વિધાનસભાની ખાલી પડેલી બેઠકો પર પેટા ચૂંટણી 23 એપ્રિલ 2019માં યોજવાની છે.

જવાહર ચાવડા કેબીનેટ મંત્રી હોવાથી તે પેટા ચૂંટણી માણાવદરમાં લડશે ત્યારે અન્ય ત્રણ ધારાસભ્યને પણ પક્ષ દ્વારા ટિકિટનું વચન આપવામાં આવ્યુ છે. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા આશા પટેલ ઊંઝાથી, પરષોત્તમ સાબરીયા ધ્રાંગધ્રાથી અને વલ્લભ ધારવિયાને જામનગર ગ્રામ્યમાંથી ટિકિટ આપવામાં આવશે. જ્યાં તમામ સામે વિરોધ થઈ રહ્યો છે. જવાહર સામે અંદરથી વિરોધ છે.

પરષોત્તમ સાબરીયાને લઇને જાહેરમાં ભાજપના નેતાઓમાં નારાજગીનો સુર ઉઠ્યો છે. આ બાબતે સ્થાનિક ભાજપના આગેવાનોએ નારાજગી વ્યક્ત કરતા આ બાબતે પ્રદેશ નેતૃત્વમાં પણ રજૂઆત કરી છે. નારાજગીનું એક જ કારણ છે કે, 2017માં જે પક્ષના લોકો આમને-સામને હતા તે જ લોકોને ટિકિટ મળી રહી છે.

પેટા ચૂંટણીમાં ભાજપના નેતાઓની સૌથી વધારે નારાજગી આવી શકે તેવી બેઠક ધ્રાંગધ્રા છે. એક સમયે પરષોત્તમ સાબરીયાને આરોપી સાબિત કરવાની ભૂમિકા ભાજપ દ્વારા ઉઠાવવામાં આવી હતી. ભાજપના પૂર્વ મંત્રીએ આક્ષેપો કર્યા છે કે, પરષોત્તમ સાબરીયા જે સમયે કોંગ્રેસના ધારાસભ્ય હતા ત્યારે તેમણે નાની સિંચાઈ યોજના અંતર્ગત કૌભાંડ કર્યું હતુ. વિધાનસભામાં પ્રશ્ન ન પૂછવા બાબતે લાંચ લીધી હતી. આ આરોપોના કારણે તેમને જેલ થઇ હતી. અત્યારે તેઓ જામીન પર છે. ત્યારે તેમનું રાજીનામું લેવડાવી લેવામાં આવ્યું હતુ. ત્યારબાદ તેઓ ભાજપમાં જોડાયા હતા.  ભાજપ દ્વારા તેમને ટિકિટનું વચન પણ આપી દેવામાં આવ્યું છે. આ બાબતે હવે ભાજપના કાર્યકર્તાઓમાં રોષ છે કે, એક સમયે તેમણે જ આ લાંચિયા ધારાસભ્યને જેલ કરાવી હતી અને તેઓ જ હવે આ ધારસભ્યના નામે કઈ રીતે મત માંગવા માટે જઈ શકે. આ માટે સ્થાનિક નેતા જયંતી કાવડીયા અને ઈન્દ્રવદનસિંહ જાડેજા સામે પણ કાર્યકરો ધુંઆ પૂંઆ છે.
જ્યારે-જ્યારે ચૂંટણી આવે છે, ત્યારે-ત્યારે ભાજપમાં નેતાઓના પક્ષાંતર શરૂ થાય છે. કોંગ્રેસના 4 ધારાસભ્યોને ભાજપમાં સામલે કરી લીધા છે. 4 ધારાસભ્યોમાંથી બે ધારાસભ્યને પ્રધાન પદ આપવામાં આવ્યું છે.[:]