[:gj]પાર્કિંગનું સ્થળ હોય તો જ વાહન ખરીદ કરજો…[:]

[:gj]ગુજરાતના શહેરોમાં બેકાબૂ બનેલી ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે રાજ્ય સરકાર એકશન મોડમાં આવી છે. સરકારે પાર્કિંગ પોલિસી જાહેર કરી છે જેમાં નવી ગાડી ખરીદતાં પહેલાં પાર્કિંગ ક્યાં કરવાની છે તેની સાબિતી આપવી પડશે. તમારી સોસાયટીમાં જગ્યા નથી અને ગાડી બહાર પાર્ટ કરવી હશે તો દંડ ભરવો પડશે. ઓન સ્ટ્રીટ અને ઓફ સ્ટ્રીટ પાર્કિંગના દરો પણ નક્કી કરવામાં આવી રહ્યાં છે. સરકાર તેની નવી યોજનામાં વાહનોના પાર્કિંગ માટે મોબાઇલ એપ્લિકેશન પણ તૈયાર કરી રહી છે. સરકારનું આ પગલું સરાહનિય છે પરંતુ ટ્રાફિક કન્ટ્રોલ કરવા માટે સેન્ટ્રલ મુંબઇ જેવી લેન સિસ્ટમ લાગુ નહીં થાય ત્યાં સુધી ટ્રાફિક જામના દ્રશ્યો ઓછા થઇ શકે તેમ નથી. ટ્રાફિક અને પાર્કિંગ એ ગુજરાતના શહેરો માટે ભારે પરેશાની ઉભી કરી છે. ટ્રાફિક જંકશનમાં હવે તો વાહનોની સાથે પદયાત્રી લોકોને પણ ફરજીયાત ઉભા રહેવું પડે છે. ગાંધીનગર જેવા શહેરમાં તો દ્વિચક્રી વાહનચાલકો ચાલવા માટેના ફુટપાથ પર વાહનો ચલાવી રહ્યાં છે. સરકારની પોલિસીનો જો કડકહાથે અમલ થાય તો આ સમસ્યાથી છુટકારો મળી શકે તેમ છે. ગુજરાતમાં 2.40 કરોડ નોંધાયેલા વાહનો છે એટલે કે સરેરાશ દર ત્રીજી વ્યક્તિએ એક વાહન છે. કુલ વાહનો પૈકી 1.50 કરોડ તો દ્વિચક્રી વાહનો છે.[:]