પાલનપુરમાં કોની સામે સહી ઝૂંબેશ ચાલી રહી છે ?

સિવિલ હોસ્પિટલ ના સફાઈ કર્મચારીઓ ની ચાલી રહેલ હડતાલ ની આમ આદમી પાર્ટી ના ઉપ પ્રમુમ ભેમભાઈ ચૌધરી અને કૌશિકભાઈ બારોટ મુલાકતે .તમામ સહકાર આપવાની ખાતરી આપવામાં આવી
સિવિલ બચાવો સમિતિ દ્વારા નક્કી થયા મુજબ દર શનિવારે સવારે 10 થી 1 કલાક સુધી  સિવિલ હોસ્પિટલના મૈન ગેટ આગળ  ખાનગીકરણ ના વિરુદ્ધ માં સહી ઝૂંબેશ ચલાવવામાં આવશે અને 5 લાખ સહીઓ મા.મુખ્યમંત્રી ને મોકલવામ આવશે .તેના ભાગ રૂપે આજે સિવિલ આગળ સહી ઝૂંબેશ ચાલવવામાં આવી.
ખરેખર તો આ સહી ઝૂંબેશ ભાજપના નેતા શંકર ચૌધરી સામે ચાલી રહી છે. તેઓએ આ હોસ્પિટલનું ખાનગીકરણ કરાવીને સત્તાવનો દૂર ઊપયોગ કરીને હોસ્પિટલ પોતાના ટ્રસ્ટને એક રૂપિયામાં રૂપાણી સરકાર પાસેથી આંચકી લીધી છે.