[:gj]પાલનપુર પાલિકાના કાર્યક્રમમાં 44માંથી માત્ર સાત સભ્યો ધ્વજવંદનમાં હાજર રહ્યા[:]

[:gj]પાલનપુર, તા.૧૭

ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા દ્વારા સ્વાતંત્ર પર્વની ઉજવણીને પણ જુથબંધીનું ગ્રહણ લાગતા મામલો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. પાલિકાના ધ્વજવંદન કાર્યક્રમ ત્રણબત્તી વિસ્તારની સરકારી સ્કૂલમાં યોજાયો હતો. જ્યાં પાલિકાના ભાજપ- કાંગ્રેસના ૪૪ સભ્યો પૈકી માત્ર ૭ સભ્યો જ ઉપસ્થિત રહેતા આ મુદ્દો ચર્ચાની એરણે ચડ્‌યો છે.

દેશભરમાં ૭૩મા સ્વાતંત્ર પર્વ ૧૫મી ઓગષ્ટની ઉત્સાહભેર ઉજવણી કરવામાં  આવી હતી. જેમાં ભાજપ શાસિત પાલનપુર નગર પાલિકાનો ધ્વજ વંદન સમારોહ ત્રણબત્તી ખાતે આવેલી સરકારી શાળામાં નગરપાલિકાના પ્રમુખ હેત્તલબેન રાવલના હસ્તે યોજાયો હતો.

આ કાર્યક્રમમાં પાલિકા પૂર્વ પ્રમુખ હસમુખ પઢીયાર, નિલમબેન જાની, પરમેશ્વરીબેન ગેહાની, નાથીબેન પરમાર, દેવેન્દ્ર રાવલ અને ચિમનલાલ સોલંકી સહિત શાસક પક્ષ ભાજપના માત્ર ૭ નગરસેવકો હાજર રહ્યા હતા. જોકે નગરપાલિકા દ્વારા કાર્યક્રમની તમામ સભ્યોને જાણ કરવા છતાં ભાજપ, કોંગ્રેસના ચૂંટાયેલા ૪૪ સભ્યો પૈકી શાસક પક્ષના માત્ર સાત સભ્યો નગરપાલિકાના ધ્વજ વંદન સમારોહમાં હાજર રહ્યા હતા. બીજા તમામ સભ્યો ગેરહાજર રહેતા આ મુદ્દો ચર્ચાની એરણે ચડ્‌યો છે.

 [:]