[:gj]પુત્રને ત્યાં વાસ્તુનાં પ્રસંગમાં હાજરી આપીને પરત આવતાં પિતાપુત્રનું મોત[:]

[:gj]અમરેલી,તા:૧૮
અમરેલીના ખાંભાનાં પીપળવા ગામનાં પિતા-પુત્રનું ધંધુકા નજીક માર્ગ અકસ્મા તમાં મોત થતાં સમગ્ર વિસ્તારોમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. પિતાપુત્રના 108 ઘ્વાારા ધંધુકા ખાતે પી.એમ અર્થે બન્નેી મૃતદેહને ખસેડવામા આવેલ પોલીસ ઘટના સ્થળે દોડી જયને કાર્યવાહી હાથ ધરી હતી

મળેવી વિગતો મુજબ અમરેલી જીલ્લાના ખાંભાનાં પીપળવા ગામનાં પિતા-પુત્રનું ધંધુકા નજીક માર્ગ અકસ્મામતમાં મોત થયેલુ છે ત્યારે હાલ ખાંભા તાલુકાના પીપળવા ગામનાં પિતા-પુત્રનું ફેદરા ચોકડી પાસે અકસ્માતતમાં મોત થતાં શોકનો માહોલ સર્જાયો છે. આ અંગે વધુ જાણવા મળ્યા મુજબ અમદાવાદ ખાતે મકાન ધરાવતા અને ખાંભા તાલુકાનાં પીપળવા ગામના રમેશભાઈ મોહનભાઈ પાનેલીયા, તેનો પુત્ર હાર્દિક રમેશભાઈ પાનેલીયા મકાનના વાસ્તાાનો પ્રસંગ પતાવી રાત્રીના સમયે અમદાવાદથી પોતાનુ મોટર સાયકલ લઇને ખાંભા પરત આવી રહેલ તે અરસામાં વહેલી સવારે ધંધુકાનાં ફેદરા ચોકડી પાસે સાવરકુંડલા-પાલીતાણા-કૃષ્ણ નગર એસ.ટી. બસે હડફેટે લેતા પિતા રમણીકભાઈ (ઉ.વ. પ0) તથા પુત્ર હાર્દિક (ઉ.વ. ર9) નુ અકસ્માત થયેલો જેમાં પિતા-પુત્રનાં ઘટનાં સ્થભળે જ મોત નિપજતા ખાંભા તથા પીપળવામાં શોકનો માહોલ સર્જાવા પામેલ અકસ્મા્તનાં પ્રાથમીક કારણો અનુસાર ફેદરા ચોકડી નજીક સી.એન.જી પંપ નજીક પિતા-પુત્ર મોટર સાયકલ લયને પસાર થઇ રહેલ ત્યાણરે કુતરૂ આડુ પડેલ અને સામેથી આવતી એસ.ટી. બસે પિતા-પુત્રને હડફેટે લેતા પિતા-પુત્રનું ઘટના સ્થુળે જ મોત નિપજતા 108 ઘ્વાટરા ધંધુકા ખાતે પી.એમ માટે બન્નેત મૃતદેહને ખસેડી પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પિતાપુત્રના એકસાથે મોત નિપજતાં પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું. આ ઉપરાંત પીપળવા ગામમાં પણ શોકનું મોજુ ફરી વળ્યું હતું.

[:]