[:gj]પેટા ચુટણી સંદર્ભે સ્થાનિક સંગઠનને મજબૂત બનાવવા માટે કોંગ્રેસ આગેવાનોની બેઠક મળી[:]

[:gj]અમદાવાદ,તા.7

ગુજરાતની ખાલી પડેલી સાત વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીઓને લઈને કોંગ્રેસ દ્વારા ચૂંટણી પહેલા આ બેઠકોના સ્થાનિક સંગઠનને મજબૂત બનાવવા માટે આજે મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો છે. જયારે ઉમેદવારોની પસંદગીની કાર્યવાહી ચૂંટણીની જાહેરાત બાદ હાથ ધરવામાં આવશે. તેવું પણ અ બેઠકમાં નક્કી કરાયું છે.

સ્થાનિક કોંગ્રેસ સંગઠનને મજબૂત બનાવવા પ્રાધાન્ય

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી સાત બેઠકોની ચૂંટણી અંગે ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને એઆઇસીસીના મહાસચિવ રાજીવ સાતવ આજે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. જેના અંતર્ગત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આજે વિધાનસભાની સાત બેઠકોની પેટા ચૂંટણી માટે સ્થાનિક આગેવાનો સાથે ગાંધીનગર ખાતે મિટિંગનું આયોજન કરાયું હતું. આ સાત બેઠકોથરાદ, રાધનપુર, ખેરાલુ, અમરાઈવાડી, લુણાવાડા, મોરવાહડફ અને બાયડ વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. આ તમામ બેઠકો ઉપર પક્ષનું સંગઠન મજબુત બનાવવા માટે આજે ગાંધીનગર ખાતે આ વિસ્તારના સ્થાનિક પક્ષના હોદ્દેદારો, પદાધિકારીઓ અને  આગેવાનો સાથે બેઠક યોજવામાં આવી હતી. પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ, સહ પ્રભારી જીતેન્દ્ર બધેલ અને વિશ્વજીત મોહંતી, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીની ઉપસ્થિતિમાં મળેલી આ બેઠકમાં પક્ષ દ્વારા સ્થાનિકના સંગઠનને વધુ મજબુત બનાવવા ઉપર ભાર મુકવામાં આવ્યો હતો. જયારે આ બેઠકોના ઉમેદવારોનામો અંગે ચર્ચા કરવામાં આવી હતી જો કે આ નામોની પસંદગી અંગે ચૂંટણીની જાહેરાત બાદ નિર્ણય લેવામાં આવશે તેવું પણ આ બેઠકમાં નક્કી કરાયું હતું.

ગુજરાત કોંગ્રેસના સંગઠન માળખામાં ફેરફારના સંકેત

ગુજરાતના કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ હાલ રાજ્યના પ્રવાસે છે. રાજીવ સાતવે આજે સવારે અમદાવાદ એરપોર્ટ પર નિવેદન આપ્યું હતું. જેમાં કોંગ્રેસ પ્રભારીએ ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં ફેરફારના સંકેત આપ્યા હતા.

ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી બેઠક પૂર્વે કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ માળખામાં આગામી દિવસોમાં થશે તેવું જણાવ્યું છે. જેના પગલે સાત વિધાનસભા બેઠકની ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવાર કોણ હશે તેની સાથે સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અને પછી સંગઠનના વિવિધ હોદ્દાઓ પર કોણ હશે તેની ચર્ચાઓનો ચણભણાટ શરૂ થઈ ગયો છે

 [:]