[:gj]પેશાબ કરવા અને થુંકવા માટે CCTV પણ દારુના અડ્ડા માટે દંડ નહીં [:]

[:gj]અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અઠવાડિયા દરમિયાન 137 લોકોને જાહેરમાં પેશાબ કરવા બાબતે નોટીસ આપીને તેઓને 11,350નો દંડ ફટકારવામ આવ્યો હતો. જાહેરમાં થુંકનાર 412 લોકોને નોટીસ આપી તેઓને 48,700નો દંડ ફટકારવામાં આવ્યો હતો. 549 લોકો આ રીતે થુંકતાં અને પેશાબ કરતાં પકડાયા હતા. હવે લોકોએ રસ્તા પર થુંકવાનું અને પેશાબ કરવાનું બંધ કરી દીધું છે.

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા સારૂ, ગુનાઓને રોકવા તેમજ તેનું વૈજ્ઞાનિક
ઢબે ડીટેક્શન કરવા સારૂ રૂા.239 કરોડના ખર્ચે રાજ્યના 33 જિલ્લા અને 6 ધાર્મિક સ્થળોએ 7500 સી.સી.ટી.વી. કેમરા લગાવેલા છે. આમ રૂ.3,18,666 નો એક કેમેરા પડી રહ્યો છે. જેના ભાવ ઊંચા હોવાનું બજાર વર્તુળો માની રહ્યાં છે. લોકોને સજા કરવા માટે CCTV મૂકાય છે. તે 10 ગાણા ભાવે ખરીદ કરવામાં આવી રહ્યાં છે તેની સામે માત્ર રૂ.3 હજારમાં કેબલ્સ વગરના, ફરી શકે તેવા, એંગલ બદલાવી શકે, જિઓ 4જી સ્પોર્ટ , ઈન્ટરનેટ સાથે જોડી શકાય, કેમેરા ઓનલાઈન (લાઈવ) જોઈ શકાય, બે બાજું ઓડિયો કે બીજા સાથે વાત પણ કરી શકાય એવા કેમેરા, મેમરી કાર્ડ સપોર્ટ કરે, ફુલ એચડી, મોબાઈલ ફોનથી કન્ટ્રોલ, મોશન ડિટેક્શન, રિમોટ સ્વિચ, રાત્રે કામ આપતાં કેમેરા માત્ર રૂ.3 હજારમાં મળે છે અને તે દરેક દારૂ જુગારના અડ્ડા સામે લગાવી શકાય તેમ છે. તેના બદલે ગૃહ વિભાગ એક કેમેરા દશગાણા ભાવ આપીને રૂ.3 લાખમાં ખરીદે છે.

જાહેરમાં થુંકનાર 412 લોકોને નોટીસ ફટકારી તેમની પાસેથી 48,700ના દંડની વસુલાત કરી હતી. સોલીડ વેસ્ટનો નિયમ ભંગ કરવા બદલે અત્યાર સુધીમાં 1091 લોકોને નોટીસ આપીને તેઓની પાસેથી 5.95 લાખના દંડની વસુલાત કરવામાં આવ્યો હતો. જે લોકોએ ઈ-મેમો 7 દિવસની અંદર ભર્યા તેવા 112 લોકોના ઘરે જઈને મહાનગરપાલિકાના અધિકારીઓએ 11,200 રૂપિયાના દંડની વસુલાત કરી હતી.

જો CCTV કેમેરાનો ઉપયોગ પોલીસનો રસ્તા પરનો ભ્રષ્ટાચાર પકડવા અને દારુના અડ્ડા કે દારુ વેચતા લોકોને પકડી શકાય તેમ હોવા છતાં તે પકડવામાં આવતાં નથી. જ્યાં દારૂંનો અડ્ડો ચાલતો હોય તેની સામે જ CCTV કેમેરા લગાવીને દારૂના અડ્ડા, દારુ લઈ જનાર અને દારુ પિનારાઓને પકડી શકાય તેમ છે. તેમ છતાં હપ્તા લેવા અને ભ્રષ્ટાચાર કરવા માટે એમ કરવામાં આવતું નથી.

દારું

ગુજરાતમાં વર્ષ 2016માં દારૂ સંબંધી 1,53,156 ગુનાઓ નોંધાયા હતા. 2017માં દારૂ સંબંધી ગુનાઓની સંખ્યા ઘટીને 79,558 થઈ હતી. આ ગુનાઓમાં 48 ટકા ઘટાડો થયો હતો. ત્રણ માસમાં 1.95 લાખ લિટરથી વધુ દેશી દારૂ તેમજ 21 લાખથી વધુ વિદેશી દારૂની બોટલ જપ્ત કરાઈ હતી.

રાજ્યમાં જાન્યુઆરી-2018થી માર્ચ-2018 સુધીમાં દારૂ સંબંધી કુલ 48,273 કેસ કરીને કુલ 1,95,536 લિટર દેશી દારૂ અને 21,27,996 વિદેશી દારૂની બોટલ જપ્ત કરવામાં આવી છે. રાજ્યમાં ચાલુ વર્ષે જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસમાં અંદાજે કુલ રૂ. 23 કરોડનો વિદેશી અને રૂ. 23 લાખનો દેશી દારૂ પકડવામાં આવ્યો છે. જેમાં કુલ 17,248 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જ્યારે કુલ 1850 વાહન કબ્જે લેવામાં આવ્યા છે. આ ઉપરાંત જાન્યુઆરી-ફેબ્રુઆરી માસમાં જુગારના કુલ 1837 કેસમાં કુલ 7677 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેમ પણ મંત્રીએ ઉમેર્યું હતું.

10 હજાર વાહનો જપ્ત કરવામાં આવ્યા છે જે પૈકી 6,000 જેટલા વાહનો હજુ પણ પોલીસ જપ્તી હેઠળ છે. જે 4,000 જેટલાં વાહનો છોડવા નીચલી અદાલતો દ્વારા હુકમ થયા છે તે હુકમો સામે પણ ઉપરની અદાલતમાં અપીલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. [:]