[:gj]પૈસા પોતાના ને પત્નિના અને પોલીસ પોંખે ? [:]

[:gj]અમદાવાદમાં રહેતા રાહુલને તેની પત્ની સાથે કોઈ વાતને લઇને બોલાચાલી થઈ હતી. બોલાચાલી બાદ પત્ની જાન્યુઆરી મહિનામાં તેના પિયર ચાલી ગઈ હતી. પત્ની પિયર જતાની સાથે જ રાહુલે પતિ-પત્નીના જોઇન્ટ અકાઉન્ટમાંથી દોઢ લાખ રૂપિયા ઉપાડ્યા હતા. જોકે, આ બાબતે પૈસા પરત મેળવવા માટે પત્નીએ શાહપુર પોલીસ સ્ટેશનમાં રાહુલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

પત્નીની ફરિયાદના આધારે પોલીસ દ્વારા રાહુલને પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યો હતો અને પત્નીને પૈસા આપવા માટે કહેવામાં આવ્યું હતું. ત્યારે રાહુલે પૈસા પત્નીના નહીં, પરંતુ પોતાના હોવાનું કહીને પૈસા આપવાની ના કહેતા PSI સહિત અન્ય પોલીસકર્મીઓએ તેને ઢોર માર માર્યો હોવાના આક્ષેપો રાહુલ દ્વારા કરવામાં આવ્યા છે.

તેઓ પોલીસ સ્ટેશનમાં હાજર થયા બાદ PSI સાડા ત્રણે આવ્યા હતા. ગાળ બોલીને ત્રણને બહાર કાઢ્યા. બહાર કાઢીને બેંચ પર સુવડાવી દીધો. એક ઉદયસિંહ કરીને હતા અને એક ચા વાળો હતો. ચા વાળાએ મને પકડીને સુવડાવીને થાપે 4-5 ડંડા માર્યા હતા. તેથી યુવક બેભાન થઈ ગયો હતો. યુવાન બેહોશ થઈ ગયો હતો. ફરીથી હાથે અને પગે ડંડા માર્યા હતા.[:]