[:gj]પ્રજા પાણીથી પિડાય છે અને અમિત ચાવડા અને પરેશ ધાનાની એસીમાં બેસી રહે છે [:]

[:gj]પાણી વિનાની વિજય રૂપાણી સરકારમાં ગુજરાતમાં પાણીની સમસ્યા વિકટ બની રહી છે ત્યારે સમાજ અને જનતાના પ્રશ્નોની વાતો કરવાની મોટી મોટી વાતો કરનાર તકવાદી નેતા હાર્દિક પટેલ, જીગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર કોંગ્રેસની ચાદર ઓઢીને સંતાઈ ગયા છે.ગુજરાતની જનતાની વેદનાનો અવાજ બનવાને બદલે કૉંગ્રેસ ના નેતાઓ અન્ય રાજ્યોમાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે.જો કે વર્ષોથી સત્તાથી દૂર રહેલ કૉંગ્રેસ એમ પણ વિરોધ પક્ષની ભૂમિકામાં સદંતર નિષ્ફળ ગઇ છે.

વિરોધ પક્ષ કોંગ્રેસ પ્રજાની સાથે રહેવાને બદલે પાણીમાં બેસી ગયો હોય તેમ પ્રજાના પાણીના મામલે હરફ સુદ્ધા ઉચ્ચારતો નથી. કોંગ્રેસના પ્રદેશ નેતાઓ માત્ર નિવેદનીયા અને ડિબેટીયા નેતા બની ગયા છે. સરખો વિરોધ કરતાં પણ આવડતું ન હોય એવા કોંગ્રેસના સિદ્ધાર્થ પટેલ અને અમિત ચાવડા જેવા બોબડા નેતાઓ જનતા ની સમસ્યા અંગે અવાજ ઉઠાવવામાં શરમ અનુભવતા હોય એવું લાગી રહ્યું છે જોકે કોંગ્રેસ ગુજરાતમાં હંમેશા તકવાદી પાર્ટી ની ભૂમિકા મા સદા આગળ રહી છે એ નિર્વિવાદ સત્ય છે.

રાજ્યના ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભર ઉનાળે પીવાના પાણીની ગંભીર કટોકટી ઊભી થઈ છે, ત્યારે વિરોધ પક્ષ તરીકે પ્રજાના પ્રશ્નો સરકાર સુધી પહોંચાડવા માટે સક્રિય રહેવાને બદલે કોંગ્રેસના નેતાઓ અન્ય રાજ્યોમાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. ગુજરાતની જનતાને ભગવાન ભરોસે છોડીને વિપક્ષના ધારાસભ્યો અને આગેવાનો પોતાના અન્ય કામોમાં વ્યસ્ત છે. તેમાં પણ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જિલ્લામાં પાણી માટે પ્રજાએ દૂર-દૂર સુધી ભટકવું પડે છે. તેમના પ્રશ્ન લઈને સરકારને પહોંચાડવાને બદલે કોંગ્રેસના નેતાઓ માત્ર નિવેદનો અને ડિબેટોમાં વ્યસ્ત થઈ ગયા છે.

ગુજરાતમાં પીવાના પાણીની સમસ્યા અંગે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ મીડિયા ને જણાવ્યું હતું કે, કોંગ્રેસના ધારાસભ્ય હાલ બીજા રાજ્યોના ચૂંટણી પ્રચારમાં લાગેલા છે. પીવાના પાણી માટે અમે હાલ કંઈ કરવા નથી માંગતા પરંતુ સરકારે જે નીતિ અને યોજના બનાવી છે તેના કારણે પાણીની સમસ્યા ઉભી થઇ છે. તો પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને સિદ્ધાર્થ પટેલનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે ફોન રિસીવ કર્યો ન હતો. આમ પણ કોંગ્રેસ પાસેથી ગુજરાતની જનતા કોઈ અપેક્ષા રાખી શકે તેમ નથી કારણ કે કોંગ્રેસને માત્ર સત્તા માં રસ છે સેવામાં નહીં.[:]