[:gj]પ્રધાન જવાહરના ભાઈ જગદીશનું કાળુ કામ [:]

[:gj]અમદાવાદ : ઈન્ડીયન એરફોર્સના નિવૃત્ત કર્મચારી અને તેમના પરિવાર પાસેથી રૂપિયા 80 લાખ પડાવી લઈ શ્રીસરકાર દાખલ થયેલી જમીન બારોબાર વેચી મારનાર મંત્રી જવાહર ચાવડાના ભાઈ જગદીશ પેથલજી ચાવડા સામે ફરિયાદ નોંધાઈ છે. ઘાટલોડીયા પોલીસે આ મામલે ચીટર જગદીશ ચાવડા સામે ગુનો નોંધી તપાસ આરંભી છે.

ઈન્ડીયન એરફોર્સના નિવૃત કર્મચારી અને સિવિલ હોસ્પિટલના નિવૃત પીઆરઓ જયંતિભાઈ હરસુખભાઈ આહીરના પત્ની વર્ષાબહેને ઘાટલોડીયા પોલીસ સ્ટેશનમાં જગદીશ ચાવડા સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. વર્ષાબહેન, જયંતિભાઈ તેમના બે પુત્રો વિજય-ચિંતન અને બે પુત્રવધુ સાથે ઘાટલોડીયા કે.કે.નગર ચાર રસ્તા સર્વોદયનગર વિભાગ-3માં રહે છે. આહીર પરિવારે વડોદરામાં આવેલું તેમનું મકાન વર્ષ 2015માં વેચ્યા બાદ અમદાવાદમાં મકાનની શોધખોળ આરંભી હતી. જયંતિભાઈ આહીરે તેમના સમાજના અગ્રણી અને દલાલીનું કામ કરતા જગદીશ પેથલજી ચાવડાનો સંપર્ક કરી સંયુકત પરિવારને અનુરૂપ મકાન લેવાની વાત કરી હતી. જો કે, જગદીશ ચાવડાએ તેમને સાણંદ ગામ તળની જમીન વર્ષ 2014ના રજીસ્ટર વીલવાળી બતાવી હતી. જે જમીન આહીર પરિવારને પસંદ પડતા એકાદ વર્ષમાં વેચાણ દસ્તાવેજ કરી આપવાની શરતે 80 લાખમાં જમીનનો સોદો નક્કી થયો હતો.

80 લાખમાં સોદો નક્કી થતા ડિસેમ્બર-2015માં આહીર પરિવારે કુલ 60 લાખ રૂપિયા ચેકથી ચૂકવી આપતા જગદીશ ચાવડાએ સાણંદની જમીનનો બાનાખત કરાર કરી આપ્યો હતો. જુન-2016માં બાકીના 20 લાખ રૂપિયા ચૂકવ્યા બાદ આહીર પરિવારે જમીનનો વેચાણ દસ્તાવેજ કરી આપવા જગદીશને કહ્યું તો તે બહાના બનાવવા લાગ્યો હતો. જમીન અંગે શંકા જતા તેની તપાસમાં માલિક બળદેવ ડાહ્યાભાઈ તેમજ અન્ય હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત જમીનમાં શ્રીસરકાર દાખલ થયેલી હોવાની હકિકત સામે આવી હતી.

બારોબાર જમીનનો સોદો કરી લાખો રૂપિયા પડાવી લેનારા ચીટર જગદીશ પેથલજી ચાવડા પાસે આહીર પરિવારે ઉઘરાણી કરતા 50 લાખ રૂપિયા પરત કર્યા હતા. જ્યારે 30 લાખ પચાવી પાડતા છેતરપિંડીની ફરિયાદ પોલીસે નોંધી છે.

જગદીશ ચાવડાએ ચેક ચોરીની ફરિયાદ નોંધાવી હતી

કોંગ્રેસ છોડી ભાજપમાં મંત્રી પદ મેળવનારા જવાહર ચાવડાના ભાઈએ ગત જુલાઈ મહિનામાં આહીર પરિવાર વિરૂદ્ધ 29 લાખના પાંચ ચેક ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી. જુલાઈ મહિનામાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલી ફરિયાદને લઈને વિવાદ થયો હતો. જયંતિભાઈ આહીર અને તેમના પરિવારજનોએ તેમની સાથે થયેલી લાખો રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ પોલીસમાં કરી હતી. જેને લઈને જગદીશ ચાવડાએ જયંતિભાઈના પુત્ર વિજય સામે ચેક ચોરીની ફરિયાદ કરી હતી.

એસ.જી.હાઈવે ઈસ્કોન બ્રિજ પાસે શૈવલ કોમ્પલેક્ષમાં બાલસમ એન્ટપ્રાઈઝના નામે જગદીશ ચાવડા જમીન લે-વેચ તથા ઈન્વેસ્ટર તરીકે ધંધો કરે છે. જગદીશ ચાવડાની ઓફિસમાં ઓક્ટોબર-2016થી લીગલ લોન રિકવરી આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતા વિજય જંયતિભાઈ આહિર-વાળંદે ગત જૂન મહિનામાં નોકરી છોડી દીધી હતી. ગત 27 જૂનના રોજ વિજય, વિજયના પિતા જયંતિ, ભાઈ ચિંતન અને પત્ની દર્શનાએ કુલ 29 લાખ રૂપિયાના ચેક રિર્ટન થતા ફીનકુઝ ક્રેડિટ સર્વિસીસ પ્રા.લી.ના માલિકને નેગો. ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ નોટિસ ફટકારી હતી. નોટિસ મળથા જગદીશ ચાવડાએ તપાસ કરી તો તેમની બાર્કલેસ બેંકની ચેકબુકમાંથી પાંચ ચેક ચોરી થયા હોવાની વિગતો જાણવા મળી હતી.[:]