[:gj]ફટાકડા ગન માટે પાસના ગોપીલ ઈટાલીયાની ધરપકડ[:]

[:gj]પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા અને ગૃહ રાજ્ય પ્રધાન પ્રદિપ જાડેજાને વિધાનસભા સંકુલમાં જૂતું મારનારા ગોપાલ ઈટાલિયાની પોલીસે ધરપકડ કરી છે. તેઓ સરકારની ભૂલો શોધી કાઢતી વિડિયો બનાવીને વાયરલ કરતાં હતા. જેના લાખો લોકો જોનારો વર્ગ છે. તેમણે એક વિડિયો મૂક્યો હતો કે જેમાં તે પીવીસી પાઈપમાં કાર્બન ભરીને ગન તરીકે ફોડતાં હોય એવો એક વિડિયો તૈયાર કરીને ફેસબુક પર લાઈવ કર્યો હતો. તે કેસમાં પોલીસે ગુનો નોંધી આજે ધરપકડ કરી છે.

પીસ્તોલ મેઈડ પીવીસી પાઈપમાં કાર્બન ભરીને ગનની જેમ એક ફટાકડા તરીકે ફોડતાં હોય એ રીતે તેમણે વિડિયો બનાવ્યો હતો. જે હથિયાર તરીકે ગણી શકાતું નથી. છતાં ગુજરાત પોલીસે તેને ગન ગણીને ધરપકડ કર હતી. ફટાકડામાં વપરાતાં કાર્બનનો તેમાં ઉપયોગ કરવામાં આવે છે. જે ધડાકાની વ્યાખ્યામાં આવતો નથી. જે સામાન્ય ફટાકડામાં વપરાય છે એવો પાઉડર જ ભરીને ફોડવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં દરેક જગ્યાએ આવી પાઈપમાં કાર્બન ભરીને ફોડવામાં આવે છે. લાઠીદળ ગામમાં આવી ગન એક ખેડૂતે શોધી હતી જે તેમણે એજ ગામમાં ઉપયોગમાં લીધી હતી. ખેડૂતો તેનો ઉપયોગ જંગલી પ્રાણીઓને ખેતરમાંથી ભગાડવા માટે ઉપયોગમાં લે છે. તેમણે પ્રદૂષણ અટકાવવા માટે આવી ગનનો ઉપયોગ કરવા માટે લોકોને પ્રશિક્ષણ આપવા વિડિયો તૈયાર કર્યો હતો. કારણ કે તે બીજા ફડાકડાઓની જેમ ઘાતક નિવડે તેવી ગન નથી.

તમની ધરપકડ કરવા માટે સરકાર કોઈક બહાનું શોધતી હતી. જેમાં ફટાકડાવળી ગન તેમના હાથમાં આવી ગઈ હતી.

કાયદા કથાકાર

ગોપીલ ઈટાલીયાએ સુરતથી કાયદા કથાનો આરંભ કર્યો હતો. તે લોકોને કાયદાથી અને સરકારની નિષ્ફળતાથી જાગૃત કરતાં રહ્યાં હતા. તેણે એક દિવસની કાયદા કથા પણ શરૂ કરી હતી. જેનાથી ગુજરાત સરકારની ઊંઘ ઊડી ગઈ હતી. સરકાર સામે અનેક પડકારો આવવા લાગ્યા હતા.

19 જાન્યુઆરી 2019માં તેમણે સુરત ખાતે રેણુંકા ભવન સામેની સરિતા વિહાર સોસાયટીમાં કાયદા કથા રાખી હતી. જેમાં સરકાર જે કાયદાને નફરત કરે છે તે પ્રોજેકટર દ્વારા RTI કાયદાની માહિતી તેમજ કોઈપણ પ્રકારની અરજીઓ અને પોલીસ અંગે કાયદાકીય જાણકારી માટે કથા કરી હતી.

ફેસબુક બ્લોક કરાયું હતું

10 જાન્યુઆરી 2019માં ગોપલ ઈટાલીયાએ જાહેરાત કરી હતી કે તેનું ફેસબુક 12:59 PM વાગ્યે · કોઈપણ પ્રકારના વ્યાજબી કારણ વગર મારૂ ફેસબુક દ્વારા પેજ બ્લોક કરવામાં આવ્યું છે. ગઈકાલે રાજ્યસભા ડિબેટના તમામ વિડીયો લાઈવ કર્યા પછી મારૂં પેજ આજ સવારથી જ બ્લોક કરવામાં આવ્યું છે. ફેસબુકે એવું કારણ આપ્યું છે કે, “મેં મારૂ ફેસબુક નામ બદલ્યું છે” પણ હકીકતે તો મારૂ ફેસબુક નામ બદલાયેલ નથી. કોઈ ફેસબુકના જાણકાર મિત્રો આમાં માર્ગદર્શન આપે. એવી અપીલ કર્યા પછી એક ફેસબુક મિત્રએ તેને લખ્યું હતું કે, સરકારની વિરુદ્ધમાં બોલતા ઘણા લોકોના પેજ બ્લોક કરવામાં આવે છે. “દીપરાજ જાધવ” નામનો એક યુવક છે. તે વિડિઓ એડિટર છે. તેણે વડાપ્રધાનની અમુક ક્લિપીંગ્સ એડિટ કરીને મુકેલી. તેનું એકાઉન્ટ પણ બ્લોક કરેલું છે. સાચી વાત લોકો સુધી ન પહોંચે તેથી આ બધું થાય છે. તમારું પેજ બ્લોક કર્યું. હવે થોડાક દિવસ તમે શાંત રહેશો. પછી ફરી તમે ચાલુ કરશો અને ફરી બ્લોક કરશે. આવું 3 વાર થશે એટલે પરમેનન્ટલી ક્લોઝ થઈ જશે. તમે નવું પેજ બનાવો તો પહેલાના પેજ જેટલા ફોલોઅર્સ લાવવામાં તકલીફ તો પડવાની જ છે. તમને થકવીને હરાવવાની તરકીબ છે. બીજું કોઈ યોગ્ય માધ્યમ ગોતવું જોઈએ.

આમ તેઓ સરકાર અને ધાર્મિક કથાકારો સામે ઘણાં સમયથી આંદોલન ચલાવી રહ્યાં હતા. જેમાં તેઓ સરકાર વિરોધી સાચી વિગતો મુકતાં હતા તે લાખોની સંખ્યામાં ગુજરાત ભરમાં ફેલાઈ જતાં હતા. તેથી સરકાર માટે મુશ્લકેલી ઊભી થતી હતી.[:]