[:gj]ફોર્ડની કારની સ્ટેબીલીટી, બેલેન્સીંગ ફીચરના ડેમો માટે નાઈટ ડ્રાઈવ સફારી[:]

[:gj]કાર જીવનજરૂરી બની રહી છે અને હવે અપર મિડલ ક્લાસ પણ કારનો વપરાશ કરતા હોય છે ત્યારે વિવિધ કંપનીની કાર પણ બજારમાં ઉપલબ્ધ છે ત્યારે ગ્રાહકોને કઈ કાર કંપની બેસ્ટ છે, કઈ કારના કેવા ફીચર છે અને કેવી રીતે મુસાફરી આરામદાયક બને તેમજ કારમાં સુરક્ષા માટે કેવા ફીચર્સ છે તેનું પ્રેક્ટીકલ ડેમો આપવા માટે મોરબી રાજકોટ હાઈવે પર ફોર્ડ નાઈટ ડ્રાઇવ સફારીનું અનેરું આયોજન કરવામાં આવ્યું હતું

મોરબી રાજકોટ હાઇવે પર આવેલ મીતાણા નજીક ફોર્ડ નાઈટ ડ્રાઇવ સફારી બે દિવસ માટે યોજવામાં આવી હતી જેમાં ભારતનો સૌથી લાંબો ૫ કિલોમીટરનો ફોર્ડ કાર્ડ માટેનો ફોર્ડ દ્વારા પ્રમાણિત ટ્રેક તૈયાર કરવામાં આવ્યો હતો ગીરના જંગલ, આફ્રિકાના જંગલ તેમજ દુબઈ ડેઝર્ટની સફારીને યાદ અપાવે તેવા ટ્રેક પર સાહસ અને રોમાંચથી ભરપુર રાઈડ યોજવામાં આવી હતી

Middle Post Content
જે ફોર્ડ નાઈટ ડ્રાઈવ સફારીમાં ફોર્ડ કારની સ્ટેબીલીટી, મજબૂતી કેવી છે તે ફીચર્સ લોકોએ પ્રેક્ટીકલ રીતે નિહાળ્યા હતા અનેક કાર કંપનીઓ વિવિધ ફીચર્સ અને તેની કાર અન્ય કરતા ચડિયાતી છે તેવા દાવા કરતી હોય છે જોકે ફોર્ડ દ્વારા પ્રેક્ટીકલ ડેમો આપીને ગ્રાહકો ફોર્ડની કારને જાતે નિહાળવા અને ફીચર્સ સમજવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો

ખાડા ટેકરા, ઉબડખાબડ જમીન પર ફોર્ડની કાર કેવી રીતે કારના ચાલકને ડ્રાઈવિંગમાં ઉપયોગી થાય છે તેના વિવિધ ફીચર્સ કેવી રીતે આરામદાયક હોવા ઉપરાંત સુરક્ષાની ખાતરી આપે છે પથરાળ વિસ્તારમાં, ખાડાવાળા રસ્તા પર , ખેતરાળ જમીનમાં ફોર્ડની કાર તમામ અંતરાયોને પાર કરવામાં સક્ષમ છે તે નિહાળી લોકોએ અનેરા રોમાંચનો અનુભવ કર્યો હતો.[:]