[:gj]બજારમાં નવી મગફળીની આવકની તૈયારી વચ્ચે ગોડાઉનમાં સડતી જૂની મગફળી[:]

[:gj]જૂનાગઢઃ એક તરફ નવી મગફળીની આવકની તૈયારી થઈ રહી છે, ત્યારે અગાઉની મગફળી જ સરકારી ગોડાઉનમાં સડી રહી હોવાની સરકારને રજૂઆત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મગફળીમાં ઢેફાં સાથેની મગફળી અંગે બૂમરાણ મચ્યા બાદ ગોડાઉનમાં મગફળીનો મોટો જથ્થો સડી રહ્યો છે. તેવામાં જૂની મગફળીના નિકાલ અંગે અને નવી મગફળી ખરીદ કરી ક્યાં રાખવામાં આવશે તે યક્ષપ્રશ્ન ખેડૂતો અને સ્થાનિકોને સતાવી રહ્યો છે.

જોવાનું એ છે કે ગોડાઉનમાં હજુ પણ 2017ની સાલમાં ખરીદાયેલી ભેળસેળયુક્ત મગફળી પણ જેમની તેમ પડી છે, જેમાં મોટા પ્રમાણમાં ઢેફાં અને પથ્થર હોવાથી વેપારીઓ દ્વારા ખરીદ કરાઈ નહોતી. ઉપરાંત આ અંગેની તપાસનો પણ હજુ કોઈ નિષ્કર્ષ આવી શક્યો નથી. જૂનાગઢ જિલ્લાનાં લગભગ તમામ ગોડાઉનમાં આ પ્રકારની ભેળસેળયુક્ત મગફળીનો કરોડો રૂપિયાનો જથ્થો સળી રહ્યો છે, ત્યારે નવી મગફળીની ખરીદી કઈ સ્થિતિમાં અને ક્યાં થશે તે ચર્ચાનો વિષય છે.[:]