[:gj]બનાસકાંઠામાં ભ્રષ્ટાચારીઓ બાળકોનું દૂધ પી ગયા [:]

[:gj]રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જીલ્લામાં અછતના નામે ઉનાળુ વેકેશનમાં મધ્યાહન ભોજન અને દુધ સંજીવની યોજના ચાલુ રાખીને ભ્રષ્ટાચાર થતો હોવાની ફરિયાદો ઊઠી છે. ડીસા, કાંકરેજ, થરાદ-વાવ-દિયોદર સુઈગામ-લાખણી-ભાભર ધાનેરા તાલુકાઓની તમામ પ્રાથમિક શાળાઓમાં ઉનાળુ વેકેશન દરમ્યાન મધ્યાહન ભોજન અને દુધ સંજીવની યોજના ચાલુ રાખવાનો નિર્ણય લેવાયા બાદ ગેરરીતિ થઈ રહી છે.

બાળકો હોતા નથી. ભોજનની ગુણવત્તા હોતી નથી. વેકેશનના કારણે શિક્ષકો હોતા નથી. મધ્યાહન ભોજન સંચાલકો  ચાલુ શાળાએ ક્યારેય નથી આવતા. પ્રાથમિક શાળાના આચાર્યો મધ્યાહન ભોજનની સામગ્રીને દુધ સંજીવની બાબતે સાચી રજૂઆત કરેતો કોઈ સાંભળનાર નથી. આમ ઉનાળુ વેકેશનમાં મધ્યાહન ભોજન અને દુધ સંજીવનીમાં 30 દિવસની ગેરરીતી બનાસકાંઠા જીલ્લામાં આચરાઈ રહી છે.[:]