[:gj]બાળકોનું ભોજન બનાવવા આપેલા સારા સાધનો કાટ ખાઈ રહ્યાં છે[:]

[:gj]પ્રાથમિક શાળાના બાળકોને ગરમ – પૌષ્ટિક આહાર મળી રહે તે માટે 2017-18માં આધુનિક રસોઈના સાધનો આપ્યા હતા. જે આજે બે વર્ષ પછી પણ વપરાયા વગરના ધુળ ખાઈ રહ્યાં છે. મધ્યાહન ભોજન યોજના માટે ખાસ ગ્રાન્ટ સમગ્ર રાજ્યમાં આપવામાં આવી હતી. સરકારે બાળકો માટે આધુનિક કિચન સેટ તમામ શાળામાં પહોંચાડી દીધા હતા. તમામ સાધનો વપરાયા વગરના બિસ્માર હાલતમાં પડ્‌યા છે.

સાધનોના ઉપયોગ કેમ કરવો તે અંગે મધ્યાન ભોજન ચલાવતા સંચાલકો જાણતા ન હોવાથી પડી રહ્યાં છે. આધુનિક સાધનાનો ઉપયોગ કરી શકતા નથી. ધાનેરાની પ્રાથમિક શાળામાં ચાલતા મધ્યાહન ભોજન કેન્દ્રમાં

સરકાર દ્વારા આપેલ આધુનિક રસોડા માટેના સાધનો પડેલા જોવા મળે છે. દોઢ વર્ષથી ઉપયોગ 4થી 5 વખથ કરવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લા અને ધાનેરા તાલુકાની પ્રાથમિક શાળામાં રોજના લાખો બાળકો ભોજન લેતા હોય છે.  ધાનેરાની 127 શાળામાંથી 28 શાળામા આધુનિક રસોડા માટેના સાધનો આપવામાં આવ્યા હતા.

ચલાવવા માટે જરૂરી માહિતી ના અભાવે તમામ સાધનો ભંગાર બની ગયા છે.[:]