[:gj]બાળ અને શિશુ મૃત્યુ પર સરકાર કેમ અંકૂશ મેળવી શકતી નથી ? [:]

[:gj]બાળ મૃત્યુદર:

બાળ મૃત્યુદર 1,000 બાળકોના જીવંત જન્મે એક વર્ષની વયથી નીચેની વયના બાળકોના મૃત્યુનું પ્રમાણ માપે છે. ‘સંયુક્ત રાષ્ટ્રો’ (UN)ની સામાન્ય સભાએ 21મી સદીના આરંભે નક્કી કરેલા સહશતાબ્દી લક્ષ્યાંકોમાં 2015 સુધીમાં બાળ મૃત્યુદર 28 કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. ભારત તેનાથી હજુ ઘણું પાછળ છે તે સ્પષ્ટપણે દેખાય છે. ભારતમાં વર્ષ 2001ની તુલનામાં વર્ષ 2010માં બાળ મૃત્યુદરમાં 27.9% ઘટાડો થયો છે. જયારે ગુજરાતમાં વર્ષ 2001ની તુલનામાં વર્ષ 2011માં માત્ર 16.60% જ ઘટાડો થયો છે. દર વર્ષે ગુજરાત સરકાર આરોગ્ય પાછળ 2,000 કરોડ રૂ. તથા મા અને બાળકો પાછળ 400 કરોડ રૂ. ખર્ચે છે. કેન્દ્ર સરકાર તરફથી પણ આ સંદર્ભે ઘણી સહાય કરવામાં આવે છે. તેમ છતાં બાળ મૃત્યુદર અને માતૃત્વ મૃત્યુદર જોઈએ તેટલો ઘટાડી શકાયો નથી.

શિશુ મૃત્યુદર:

શિશુ મૃત્યુદરમાં પાંચ વર્ષથી ઓછી વયના બાળકોમાં મૃત્યુનું પ્રમાણ કેટલું છે તે માપવામાં આવે છે. તેમાં દર 1,000 બાળકોના જીવંત જન્મે જે બાળક તેની 5મી જન્મજ્યંતિ જોતું નથી એટલે કે 4વર્ષ પૂરાં કરે તે પહેલાં જ મૃત્યુ પામે છે તેને ધ્યાનમાં લેવામાં આવે છે. ભારતમાં અને ગુજરાતમાં વર્ષ 1998ની તુલનામાં વર્ષ 2011માં શિશુ મૃત્યુદરમાં અનુક્રમે 33.93% અને 48.29% ઘટાડો નોંધાયો છે એટલે કે ગુજરાતમાં શિશુ મૃત્યુદર પર કાબૂ મેળવવાના પ્રયત્નો કેટલાંક અંશે સફળ થયેલા માલુમ પડે છે.[:]