[:gj]બુલેટ ટ્રેન ગેરકાયદેસર કોન્ટ્રકટ રદ કરવામાં આવ્યો[:]

[:gj]કરોડોના ભ્રષ્ટાચાર અને અધેર તંત્રના ઉદાહરણ રૂપ પ્રોજેક્ટ બંધ.

વડોદરા મ્યુનીસીપલ કોર્પોરેશનના પાર્ક્સ એન્ડ ગાર્ડનના ડાયરેક્ટરશ્રી વી.આર.ચીખલિયા દ્વારા ખાસ ઓર્ડર દ્વારા મેનેજીગ ડાયરેક્ટર ખોડલ કોર્પોરેશનન પ્રા. લીમીટેડને સયાજી બાગ ખાતે એડીશનલ બુલેટ ટ્રેનનું મોડેલ જેવી દેખાતી A.C. ટ્રેન અને ઝીપ લાઈન બાબતના તા. ૯ અને ૧૭ મી- મે ૨૦૧૮ના દિવસે કરવામાં આવેલા સેકન્ડ સપ્લીમેન્ટ એગ્રીમેન્ટ ફોર એમેન્ડમેંન્ટ અને આ અગે થયેલી તમામ આનુસંગિક કાર્યવાહી રદ કરવામાં આવે છે.

કમાટીબાગમાં નવા નવા સમર મેલા જેવા લોખંડના આકર્ષણો મૂકવાથી ક્માટીબાગનું કુદરતી સૌન્દર્ય ખતમ થઇ રહ્યું છે. મહાન રાજવી સયાજીરાવ ગાયકવાડની અનમોલ ભેટ એવા ૧૧૩ એકરનો બાગ સમય જતાં અત્યારે ૮૨ એકરમાં છે એકમાત્ર મોટો સુંદર હરીયાળીવાળો બાગ અને ગરીબ મધ્યમવર્ગ માટેનું એકમાત્ર મનોરંજન નું સ્થળ છે કમાટીબાગનું લોકોનું આકર્ષણ એટલું છે કે અહિયાં દરરોજ એવરેજ ૩૦૦૦૦ મુલાકાતીઓ આવે છે. એટલે કોઇપણ ધંધો કમાટીબાગમાં કરવામાં આવે તો લાખો રૂપિયા કમાવા મળે છે. સામાન્ય સ્ટોલ કમાટીબાગમાં મુકે તો તેની આવક લાખોમાં થાય છે .જેથી વારવાર કમાટીબાગમાં કોમર્સિયલ પ્રવુતિ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. અને અધિકારીઓ અને નેતાઓ માટે ભ્રષ્ટાચાર કરી રૂપિયા કમાવવાનું સાધન બની જાય છે.

આપ જાણો છો કે આ પ્રોજેક્ટમાં કોર્પોરેશનને કરોડોનું નુકશાન કરી કોન્ટ્રકટર કરોડો ક્માવવાનો હતો અને અધિકારીઓ અને નેતાઓ કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો હતો.. અમારી માંગણી છે કે આવો કોર્પોરેશનને કરોડોનું નુકશાન કરતો અને ગેરકાયદેસર રીતે જાતે કમિશ્નર કે કોઈની પરવાનગી લીધા વગર. કમિશનરની સહી વગર – શ્રીભુપેન્દ્ર શેઠે જાતે સહી કરી અને ગેરકાયદેસર એગ્રીમેન્ટ બનાવી કોન્ટ્રાકટ આપી દેનાર ભ્રષ્ટાચારી તત્કાલીન ઈ. ડાયરેક્ટર પાર્કસ એન્ડ ગાર્ડન શ્રી ભુપેન્દ્ર શેઠને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે અને તેને હોદ્દાનો દુરુપયોગ કરી ખોટી કમિટી ઉભી કરી કોર્પોરેશનના નિયમ વિરુદ્ધ ગેરકાયદેસર એગ્રીમેન્ટ કરવા બદલ એના પર પોલીસ કાયવાહી કરવાની માગ કરીએ છીએ જેના પુરાવા કોર્પોરેશન પાસે મોજુદ છે.અને તાત્કાલિક બાગમાં ઉભા કરેલા ઝીપ લાઈન અને વધારાના બાગની જગ્યા રોકતા ગેરકાયદેસર બનાવેલા રેલવેના પાટાને ખસેડી ને ફૂલો અને ઘાસ કરી વૃક્ષો વાવવાની માંગણી કરીએ છીએ.[:]